અકસ્માત:અનુપમ બંગલોના બંધ કુવામાં પડતા બાળકનું મોત નિપજ્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પારણાંની મહેંદીના પ્રોગ્રામમાં માતા સાથે આવ્યો હતો, કુવાનુ પતરૂ તુટતા અકસ્માત સર્જાયો હતો

સર ટી. હોસ્પિટલ સામે આવેલા અનુપમ બંગલોના કુવામાં એક બાળક પડી જવાથી બાળકનું મોત થયુ હતું શહેરની સર ટી. હોસ્પિટલ સામે આવેલા અનુપમ બંગલોમાં આજે સાંજના 6.35 કલાકના અરસામાં બંગાલામાં આવેલા 50 ફુટ પાણી ભરેલા આશરે 80 થી 90 ફુટ ઊંડા કુવામાં આરૂષ નીરંજનભાઈ શાહ (ઉ.વ. 10, રહે. કાળુભા રોડ, 702, પંચકુટિર ફ્લેટ) નામનો બાળક પડી જતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી ફાયર સ્ટાફે તેને બહાર કાઢી બિમ્સ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડ્યો હતો.

જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી વિગતો પ્રમાણે પારણાની મહેંદીના કાર્યક્રમમાં તેના મમ્મી સાથે અહીં આવ્યો હતો અને ત્રણ બાળકો બંધ કુવા પર રમી રહ્યાં હતા ત્યારે એકાએક કુવા પર ઢાંકેલું પતરું તુટી જતાં બાળકો કુવામાં પડતા તેની સાથેના બાળકોએ ત્યાં હાજર અન્ય વડિલોને જાણ કરી હતી. જે બાદ ફાયર વિભાગે તેને બહાર કાઢી બિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...