ખગોળ વિશેષ:16 એપ્રિલથી લાયરીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો જોવાની તક, 25 એપ્રિલ સુધી ઉલ્કા વર્ષા જોવા મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પૃથ્વી પર દરરોજ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે - Divya Bhaskar
પૃથ્વી પર દરરોજ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે
  • એક વર્ષમાં મહત્તમ 15 વખત ઉલ્કા વર્ષા જોવા મળે છે
  • તા.21થી 23 એપ્રિલ દરમિયાન એક કલાકમાં 10થી 100 ઉલ્કા ખરતી જોવાની તક

ખગોળરસિયાઓએ ઉલ્કા વર્ષા વર્ષ દરમિયાન 10થી 12 વખત અને મહત્તમ 15 વખત આકાશમાં જોવા મળે છે. ઉલ્કા પડતી હોય ત્યારે સેકન્ડના 30 કિલોમિટરના વેગનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે ઉલ્કાઓના ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઊઠે છે અને તેજ લિસોટા, અગ્નિસ્વરૂપે આકાશમાં જોવા મળે છે. ગત જાન્યુઆરીમાં ક્વોડરેન્ટિડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળ્યા બાદ હવે 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થશે તેમાં વિશ્વમાં 16મી એપ્રિલ મધરાતથી 25મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે.

તા.16મીને શનિવાર મધરાતથી 25મી સુધી આકાશમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. 22મીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. લાયરિડ્સ ઉલ્કાવર્ષા મહત્તમ ત્રણ દિવસ 21મીને ગુરુવારથી શનિવાર પરોઢ સુધી આકાશમાં જોવા મળશે તેમ જાથાના ચેરમેન જયંતભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

ઉલ્કા વર્ષા નિહાળવા માટે મધ્યરાત્રિ બાદ વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ ગણાય છે. ભારતમાં રણપ્રદેશ, દરિયાઈ પટ્ટીમાં ખગોળપ્રેમીઓ ઉલ્કા વર્ષા નિહાળી રોમાંચિત થાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખાય છે. મોડી રાત બાદ ખુલ્લા વિસ્તારોમાં સ્વચ્છ આકાશ હશે ત્યાં કલાકના 10થી 100 ઉલ્કા ખરતી જોવા મળશે.

આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું હોય છે. તેમાંથી વિસર્જિત પદાર્થો શેરડો છોડતા જાય છે જ્યારે પૃથ્વી આ વિસર્જિત પદાર્થો વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગને કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે આ સમયે તેનો વેગ સેકન્ડના 30 કિ.મી.નો હોય છે. વાતાવરણમાં પ્રવેશતા વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને આકાશમાં તેજ લીસોટા સ્વરૂપે જોવા મળે છે તેને ફાયર બોલ, અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે.

રોજ 40 ટન ઉલ્કાઓ પૃથ્વીમાં પ્રવેશે છે
પૃથ્વી પર દરરોજ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. સૂર્ય પ્રકાશમાં પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. ઉલ્કા વર્ષાને નિહાળવા માટે ખુલ્લી જગ્યા, મેદાન, પવર્તીય વિસ્તાર શ્રેષ્ઠ છે. 10*50નું મેગ્નીફિકેશન ધરાવતું દૂરબીન પણ ગોઠવી શકાય છે. અત્યાર સુધીમાં પૃથ્વી પર વરસેલી ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે આથી તેની ઓળખ માટે લોહચુંબકનું પરિક્ષણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...