કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે.ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જ્યારે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 3 પર પહોંચી હતી.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21 હજાર 433 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ નોંધાયો ન હતો, જ્યારે ગ્રામ્યમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 433 કેસ પૈકી હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 297 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...