કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં પાંચ દિવસ બાદ કોરોનાનો એક કેસ નોંધાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9 પર પહોંચી

ભાવનગર જિલ્લામાં પાંચ દિવસ બાદ એક કોરોનાનો કેસ નોંધાયો છે. શહેરમાં ચાર કોરોના પોઝિટિવ દર્દી રહ્યા અને ગ્રામ્યમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 458 કેસ પૈકી હાલ 9 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 298 દર્દીઓનું અવસાન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...