તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:14 દિવસ બાદ શહેરમાં કોરોનાનો એક કેસ મળ્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 3 થઇ ગઇ
  • શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 14,012 થઇ ગઇ, રિકવરી રેઇટ 98.85%

ભાવનગર શહેરમાં બે સપ્તાહ જેવા સમયગાળાથી કોરોનાનો નવા કેસ મળતા રાહત ફેલાઇ ગઇ હતી પણ આજે 14 દિવસના અંતે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવનો એક કેસ મળ્યો છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય પંથકમાં એક પણ નવો કેસ મળ્યો નથી. સમગ્રશ શહેર-જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,445 કેસ નોંધાયા છે અને તે પૈકી આજ સુધીમાં 21,144 દર્દીઓ કોરનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.60 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં ગત તા.22 ઓગસ્ટના રોજ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. બાદમાં છેક આજે 14 દિવસના સમયગાળા બાદ કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. આજે શહેરમાં એક પુરૂષનો ટેસ્ટ કરાતા તે કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર માટે દાખલ કરાયો છે. શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 14,012 કેસ નોંધાયા છે અને તે પૈકી આજ સુધીમાં 13,851 દર્દીઓ સાજા થઇ જતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.85 ટકા થઇ ગયો છે. તો ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ 98.12 ટકા થઇ ગયો છે.

સમગ્ર શહેર-જિલ્લામાં આજ સુધીમાં કોરોનાથી સરકારી ચોપડે કુલ 298 દર્દીઓના મોત થયા છે. હવે જ્યારે પર્યુષણ અને ત્યાર બાદ ગણેશોત્સવનો તહેવાર આવવાનો છે ત્યારે મોઢે માસ્ક બાંધી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશું તો કોરોના અચૂક કાબૂમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...