કોરોના:શહેરમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 એક્ટિવ કેસ, ત્રણેય દર્દી દિલ્હીથી ભાવનગર પરત ફરેલા

ભાવનગર શહેરમાં જૂન મહિનાના આરંભે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળ્યો છે. ભાવનગર શહેરમાં હાલ જે ત્રણ દર્દીઓ કોરોના પોઝિટિવ છે ત્રણે ત્રણ દિલ્હીથી પરત ભાવનગર ફરેલા છે આમ દિલ્હીથી કોરોના લઈને ભાવનગર શહેરમાં આવેલા આ ત્રણેય દર્દીઓ હાલ ઘરે રહીને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે.

ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસમાં ઇસ્કોન વિસ્તાર અને આજે દેવુબાગ વિસ્તારમાં મળીને કુલ ત્રણ પોઝિટિવ કેસ મળ્યા તે ત્રણેય નગરજનો દિલ્હીથી પરત ભાવનગર આવ્યા હતા અને કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. ભાવનગર શહેરમાં આજે દેવુબાગ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. આ મહિલાએ કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે અને પોઝિટિવ જાહેર થયા બાદ હોમ આઇસોલેશનમાં છે.

આગાઉ ઇસ્કોન વિસ્તારમાં રહેતા પતિ-પત્ની કોરોના પોઝિટિવ જાહેર થયા હતા અને તેઓ પણ ઘરે સારવાર લઇ રહ્યા છે. દરમ્યાનમાં ભાવનગર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ ન હોય 10 તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે કોરોના મુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...