તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:શહેરમાં કોરોનાનો એક કેસ ગ્રામ્ય કક્ષાએ ફરીથી ઝીરો, શહેરમાં રિકવરી રેઇટ 98.73 ટકા નોંધાયો

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાવનગર શહેરમાં 8 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 મળી કોરોનાના કુલ 19 દર્દીઓ સારવારમાં

ભાવનગર શહેરમાં આ ફેબ્રુઆરી માસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પરંપરા યથાવત રહી છે. આજે શહેરમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. જ્યારે તાલુકા કે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 6112 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 6024 દર્દીઓ સાજા થઇ જતા કોરોનામાં રિકવરી રેઇટ 98.56 ટકા થયો છે. ભાવનગર શહેરમાં આજે એક પુરૂષ દર્દી પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે એક દર્દી કોરોનામુક્ત થયો હતો.

અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં કોરોનાના કુલ 4027 કેસ નોંધાયા છે અને તે પૈકી 3976 દર્દીઓ સાજા થઇ જતાં શહેરમાં કોરોનામાં રિકવરી રેઇટ 98.73 ટકા થઇ ગયો છે. આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ નોંધાયો નથી. શહેર સિવાયના વિસ્તારોમાં કુલ 2085 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે અને તેની સામે 2048 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ 98.23 ટકા થઇ ગયો છે. ભાવનગર શહેરમાં હાલ 8 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 મળી કુલ 19 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો