હાલમાં સમગ્ર ગુજરાત ની તમામ સરકારી કોલેજ નાં રેસીડેન્ટ ડોકટરો બોન્ડ સહિત ની પડતર માંગણીઓ ને લઈને હડતાળ પર ઉતર્યા છે. સરકારી મેડિકલ કોલેજ નાં રેસીડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો અને કન્સલટન્ટ તબીબો તા. 3 ઓગસ્ટ થી હડતાળ પર ઉતરી ગયા છે. પોતાની ચાર માંગણીઓને લઇને સરકાર સાથે ગઇકાલે વાટાઘાટો કરવામાં આવી છે. આ હડતાળ ને પગલે બુધવારે રેસીડેન્ટ ડોકટરો દ્વારા રાત્રે 8 વાગ્યે કેન્ડલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર માં અંદાજિત 200 જેટલા ડોકટરો આ હડતાળમાં જોડાયા છે. રેસીડેન્ટ ડોકટરો ની ચાર માંગણીઓ છે. જેમાં સાતમા પગાર પંચ મુજબ પગાર મળે, કોરોના દરમિયાન તેઓએ રાત દિવસ કામ કરેલું જેથી 1:2 બોન્ડ આપવામાં આવે અને અન્ય રાજ્યોની માફક એસ.આર. બોન્ડ ની યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવે. જ્યાં સુધી સરકાર દ્વારા માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ હડતાળ શરૂ રાખવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.