તંત્ર સક્રિય:લાયસન્સ વગરના ટુવ્હીલર ચાલકો સામે શરૂ થશે ઝુંબેશ

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTO અને પોલીસ તંત્ર દ્વારા લેવાશે પગલા
  • ​​​​લાયસન્સ ન લીધુ હોવાથી નિયમોની જાણકારી હોતી નથી અકસ્માત રોકવા માટે તંત્ર સક્રિય

ભાવનગરમાં વધતા જતા અકસ્માતના બનાવોમાં લાઇસન્સ વગરના અને સગીર બાળકો પણ ટુ વ્હીલર વાહન ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં ટોપ થ્રી સર્કલ પાસે બનેલાં અકસ્માતના એક બનાવમાં ટુ વ્હીલ વાહનમાં ગેરકાયદેસર ત્રણ સવારી હતી અને વાહનચાલકો પાસે લાયસન્સ પણ નહીં હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતમાં એક વિધાર્થિનીનું મોત પણ નીપજેલ છે. બાળકો જીદ કરે તો પણ લાયસન્સ વગર વાહન નહીં આપવા આર.ટી.ઓ. એ અનુરોધ કરેલ છે.

ઘણાં બાળકો સગીર વયના હોવા છતાં વગર લાઇસન્સે ટુ વ્હીલ વાહન ચલાવે છે. લાઇસન્સ નહિ લીધું હોવાથી ઓવર સ્પીડીંગ અને બેફામ બનેલા સગીર વાહનચાલકો ટ્રાફિકના નિયમો અંગે પણ તેમને જાણકારી હોતી નથી. પરિણામે અકસ્માત સર્જાય છે. આ અંગે આર.ટી.ઓ. અને પોલીસ દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરાનાર છે. આથી લાયસન્સ વગર પોતાના સંતાનોને વાહન ચલાવવા નહીં આપવા આર.ટી.ઓ. કચેરી દ્વારા અનુરોધ કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...