તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિશેષ:આ વર્ષે ચણાનું વિક્રમી ઉત્પાદન થવાના ઉજળા સંજોગ

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય જિલ્લામાં ચણાનું 21,700 હેક્ટરમાં વાવેતર

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચણાના વાવેતરમાં એક જ વર્ષમાં સવા ચાર ગણો વિક્રમી વધારો નોંધાયો છે. અન્ય રાજયોમાં ચણાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થયું હોય ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચણાના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વાવેતર 5200 હેકટર થયું હતુ તે આ વર્ષે 16,500 હેકટર વધીને 21,700 હેકટરના આંકને આંબી ગયું છે. માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ચણાનું વિક્રમી વાવેતર થયું છે. કૃષિકારોએ આ વર્ષે મન મૂકીને ચણાનું વાવેતર કરતા ચણાનું વાવેતર 8.19 લાખ હેકટર થયું છે જે ગત વર્ષે 3.78 લાખ હેકટર હતુ. આ વર્ષે ચણાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં ઓછા ઉત્પાદનની ધારણા હોય ગુજરાતમાં મબલખ વાવેતર થયું છે.

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાનું વિક્રમી વાવેતર થયું છે. કારણ કે આ વર્ષે પાણીની સુવિધા સારી હતી અને હજી પણ છે. ગયા વર્ષે ચણાનો ભાવ ખુબ ઉંચો આવ્યો હતો. આ વખતે સરકારે ચણાના ટકાના ભાવ રૂ.4875થી વધારીને રૂ.5100 કર્યા છે.ગુજરાતમાં આ વર્ષે 8 લાખ ટન ચણાનું ઉત્પાદન થશે તેવી ધારણા છે. આ વર્ષે ખાસ કરીને મહારાષ્ટ્રમાં વાતાવરણ પ્રતિકૂળ હોવાથી ઉતારા ઘટશે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ 10થી 15 ટકા વાવેતર ઘટ્યું હતુ. તો મધ્ય પ્રદેશમાં કૃષિકારોએ ચણાને બદલે ઘઉંની પસંદગી કરી છે. આગામી દિવસોમાં ચણાનો ફાલ ઉતરતો થશે. જો કે આ વખતે ચણાના ભાવમાં મંદી જોવા નહીં મળે તેવો મત નિષ્ણાતોનો છે.

ભાવનગરમાં રવિ પાકના વાવેતરમાં ત્રણ ગણો વધારો
ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 62,600 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,16,800 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2021ના ત્રણ વર્ષમાં રવિ પાકમાં કુલ ત્રણ ગણો વધારો થયો છે.

રવિ પાકના વાવેતરમાં ત્રણ ગણો વધારો
ભાવનગર જિલ્લામાં 2019ના વર્ષમાં રવિ પાકનું કુલ વાવેતર 35,300 હેકટરમાં થયેલું તે ગત વર્ષે વધીને 62,600 હેકટરમાં થયું હતુ .તે આ વર્ષે વધીને 1,16,800 હેકટર થઇ ગયું છે. આમ, 2019થી 2021ના ત્રણ વર્ષમાં રવિ પાકમાં કુલ ત્રણ ગણો વધારો થયો છે.

2015થી 2021 સુધી ચણાના વાવેતરની સ્થિતિ

વર્ષવાવેતર
202121,700 હેકટર
20205,200 હેકટર
2019700 હેકટર
20183,300 હેકટર
2017700 હેકટર
2016500 હેકટર
2015500 હેકટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો