તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • રૂપિયા 28 હજાર 425ના મુદ્દામાલ સાથે એકને પોલીસે દબોચી લીધો

ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે કુંભારવાડા મોતીતળાવ મફતનગરના રહેણાકી મકાનમાંથી એક ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સ્ટાફના માણસો દ્વારા બાતમી આધારે કુંભારવાડા મોતીતળાવ પાસે આવેલ મફતનગરની શેરી નં.6ના રહેણાંકી મકાનમાં દારૂનો જથ્થો છે તેવી બાતમી આધારે રેડ કરતા મકાનમાંથી પરંપ્રાતિય ઈંગ્લીશ દારૂનો જથ્થો સાથે એક ઈસમ ઝડપાયો હતો.

આરોપીની પૂછપરફ કરતાં ઈર્શાદ ઇસુબભાઈ બેલીમ (ઉ..22)ના રહેણાંકી મકાનમાંથી 7 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો હતો જેમાં બે અલગ અલગ બ્રાન્ડ કુલ નંગ-83 બોટલ કિંમત રૂપિયા 28 હજાર 425ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. આ અંગે બોરતળાવ પોલીસે પ્રોહી.એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો