તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ઘોઘાના રો-રો ફેરી પાસે દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક વિકરાળ આગ લાગી

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોટના માલિકને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
 • ઘટનાની જાણ થતાં મરીન પોલીસ ઘટના સ્થળે

ઘોઘાના રો રો ફેરી સર્વિસ પાસે દરિયા કિનારે લાંગરેલી એક બોટમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોકે, બોટના માલિકને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ઘોઘા ગામમાં રહેતા ગોપાલ ભુપતભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની બોટમાં કોઈ રીપેરીંગ કામ કરવા માટે બોટને રો-રો ફેરી સર્વિસ પાસેના દરિયા કિનારે લાંગરેલી હતી અને ત્યાંથી તે સવારે 6:00 કલાકે પોતાના ઘરે ગયા હતા. થોડા સમય બાદ આજુબાજુના લોકોએ ગોપાલ ચૌહાણને ફોન કરી કે તેમની બોટમાં આગ લાગી છે.

આગ અંગેની જાણ થતાં જ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં બોટનો મોટા ભાગનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો અને તેની બાજુમાં રાખેલી ભુપત નાનુભાઈ ચૌહાણની બોટને પણ નુકસાન થયુ હતું. બોટમાં આગ અકસ્માતે લાગી હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે ઘટનાની જાણ થતાં મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો