વિરોધ પ્રદર્શન:ભાવનગર એસટી ડિવિઝન ખાતે કર્મચારીઓ દ્વારા ઘંટનાદ-સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર સાથોસાથ મહુવા,તળાજા, પાલિતાણા, ગારિયાધાર,વલ્લભીપુર સહિતના તાલુકા મથકે પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓએ છેલ્લા લાંબા સમયથી પોતાની પડતર માગણીઓને લઈ રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર શહેર જિલ્લામાં આવેલા એસટી ડેપો પર એસટી વિભાગના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈ સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ યોજ્યો હતો.

રાજ્ય સરકારને એસટી વિભાગના કર્મચારી મંડળ દ્વારા ઘણા વર્ષોથી પડતર પડી રહેલ પ્રશ્નો અન્વયે લેખિત મૌખિક રજૂઆતો છતાં કોઈ પણ પરિણામ ન આવતા કર્મચારીઓ દ્વારા રાજ્યમાં આવેલ સમગ્ર એસટી નિગમ ખાતે ચાલુ ફરજે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જેમાં અગાઉ પણ કાર્યક્રમો આપ્યાં હતાં ત્યારે આજરોજ ફરી એકવાર રાજ્ય સાથે ભાવનગર શહેર જિલ્લા માં આવેલ એસટી ડેપો મથકે સૂત્રોચ્ચાર સાથે ઘંટનાદ નો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવર-કંન્ડકટરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...