વીજ કાપ:આજે શહેરના 7 ફીડરના વિસ્તારોમાં 7 કલાકનો વીજ કાપ જાહેર કરાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 7થી બપોરના 2 સુધી વીજ કાપ
  • આનંદનગર, તિલકનગર, સુભાષનગર, એરપોર્ટ રોડ દીપક ચોક, નવા બંદર સહિતના વિસ્તારનો સમાવેશ​​​​​​​

ભાવનગર શહેરના 7 ફીડરના વિવિધ વિસ્તારોમાં આવતી કાલ તા.17 ડિસેમ્બરને શુક્રવારે સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.શુક્રવારે રૂવા એજી ફિડર હેઠળના ખેતીવાડી વિસ્તાર, નવા બંદર રોડ, એરપોર્ટ રોડ, રૂવા ગામના ખેતવાડી કનેકશનો, હરિદર્શન પાછળનો ખેતીવાડી વિસ્તાર. આનંદનગર ફીડર હેઠળના આનંદનગર જૂની એલઆઇજી, દીપક ચોક, બ્લડ બેન્ક, મહિલા કોલેજનો અમુક વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ, બીએમસી વોટર વર્કસ, દાણીબાઇ છાત્રાલય તથા આસપાસનો વિસ્તાર, આંબાવાડી, સ્વસ્તિક સોસાયટી તેમજ આજુબાજુનો સમગ્ર વિસ્તાર.

અનિલ ફીડર હ.ઠળના ગોકુલનગર, એરોડ્રોમ, રૂવાગામ, સત્કાર સોસાફટી, બાલયોગીનગર, એકલવ્ય સોસાયટી, ગૌશાળા, કૃષ્ણપરા ગામ, એરપોર્ટ તેમજ આજબાજુનો વિસ્તાર. ગાયત્રીનગર ફીડર હેઠળના ગુણાતીતાનંદ ટેનામેન્ટ, આનંદનગરનો અમુક વિસ્તાર, દેવીપૂજક વાસ, ડિસ્પોઝલ, સુમન ટાઉનશિપ, વર્ષા સોસાયટી અને સુવિધા ટાઉનશિપ.સુભાષનગર ફીડર હેઠળના આનંદનગર નવી એલઆઇજી, એકતા એપાર્ટમેન્ટ, આનંદનગર ત્રણ માળીયા, સ્લમ બોર્ડ, તિલકનગર, સાઇબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક, ટીવી રિલે કેન્દ્ર, વૃદ્ધાશ્રમ, ભગવાનેશ્વર મંદિરની સામેનો ભાગ.

નવા બંદર ફીડર હેઠળના ભાવનગર સોલ્ટ, ભાવનગર સોલ્ટ એન્ડ ઇન્ડ. વર્કર્સ, જીએમબી તથા આજુબાજુનો વિસ્તાર. સમર્પણ ફીડર હેઠળના શિવાજી સર્કલથી સુભાષનગર રોડની ડાબી તથા જમણી બાજુનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી જૈ. દેરાસર, રજપૂતવાડા, સુભાષનગરથી એરપોર્ટ રોડ, સંતોષ પાર્ક, ભોળાનાથ સોસાયટી, પંતવટી ચોક, લાખાવાડ, ધર્મરાજ, પીપલ્સ કો.ઓપ.બેન્ક સો., માનસ દર્શન-3, ક્રિષ્ના ટાઉનશિપ, મીરા પાર્ક, અખિલેશ સર્કલ, રાધા વલ્લભ પાર્ક, મુખ્યમંત્રી આવાસ યોજના, લીલા ઉડાન સામે, રૂવા 25 વારિયા, સીતારામનગર, અંબિકા પાર્ક, શિવ સો. તથા હરિદ્વાર રેસિડેન્સી વિસ્તારમાં શુક્રવારે સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...