પુલ ધરાશાયી:તળાજાના દાઠા ગામ પાસે આવેલો 54 વર્ષ જૂનો પુલ ધરાશાયી, ગામ સંપર્ક વિહોણું બન્યું

ભાવનગર18 દિવસ પહેલા
  • હેવી લોડિંગ ડમ્ફર પસાર થતાં પુલ બેસી ગયો
  • સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ભાવનગર જિલ્લાના તળાજાના દાઠા ગામ પાસે આવેલ બગડ નદીનો પુલ અત્યારે એકદમ ધરાશાયી થતાં ગ્રામજનો ભયભીત થયા, પ્રાપ્ત થઇ રહેલી માહિતી મુજબ આ પુલ વર્ષો જૂનો હોવાથી ધરાશાયી થયો હોવાનું જણાઈ રહ્યું છે. આ પુલ ધરાશાયી થતા દાઠા, ઉંચા કોટડા, નીચા કોટડાને જોડતો પુલ છે. પુલ ધરાશાયી થતાં દાઠા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પુલ પરથી હરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર-જવર રહેતી હોય છે.

દાઠાના રહેવાસી યોગેશભાઈ સરવૈયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સાંજના સમયે પુલ પરથી હેવી લોડિંગ ડમ્ફર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન આ પુલ એકદમ બેસી ગયો હતો. જોકે, સદનસીબે કોઇ મોટી દુર્ઘટના થઈ ન હતી, હાલ અત્યારે અમારું ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

દાઠા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા વર્ષો જૂના પુલનું રી-ડેવલોપમેન્ટ કરવા માટે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન ન અપાતા પુલ ધરાશાયી થયો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા છે.

હાલ પુલની બંને સાઇડ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવરને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પુલ ધરાશાયી થતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...