તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે 50 બેડના કોવિડ કેર સેન્ટરનું ઉદ્ધાટન કરાયું

ભાવનગર12 દિવસ પહેલા
 • કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે 10 બેડ રાખવામાં આવ્યા

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં મે મહિનાના શરૂઆતના 2 દિવસમાં 1200 જેટલા કેસો નોંધાયા છે. જેને લઈ હવે ગામડાઓમાં પણ કોરોનાનો પગ પસેરો વ્યાપક પ્રમાણમાં થઈ ગયો છે. ત્યારે ઘોઘા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી અને જિલ્લા ભાજપના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું,

ટૂંક સમયમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે

સમગ્ર દેશ સહીત ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. હાલ તમામ હોસ્પિટલો હાઉસફુલ છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના તાલુકામાં કોરોના વાયરસના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જેને લઈને કોવિડ-19 હોસ્પિટલ ખોલવા અનેક લોકો અને આગેવાનોની સરકાર સામે માંગણી કરવામાં આવી હતી.અને આજરોજ મંજુરી મળતા ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને 10 બેડ ઓક્સિજનની પણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તાલુકાઓના લોકો કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે ભાવનગર શહેર સુધી જવુ ન પડે, તે માટે તાલુકાઓમાં પણ ટૂંક સમયમાં કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.

ઘોઘા ખાતે 25 બેડ ભાઈઓ અને 25 બેડ બહેનો અને ઓક્સિજન સાથે 10 બેડની હોસ્પિટલ શરૂ

ગુજરાત રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ઘોઘા ખાતે 25 બેડ ભાઈઓ અને 25 બેડ બહેનો અને ઓક્સિજન સાથે 10 બેડની હોસ્પિટલ ચાલુ કરાઈ છે. અને સાથે પરસોત્તમભાઈ સોલંકી ફેન કલબ દ્વારા આગામી દિવસોમાં 50 ઓકિસીમીટરો, થર્મોમીટર, 10 નાસના મશીનો તથા આગામી દિવસોમાં ગામડે ગામડે ઉકાળા કેન્દ્ર શરૂ કરી વિતરણ કરવામાં આવશે. તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા ખાતે કોવિડ કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે દિવ્યેશભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો