રાહત:શહેરમાં એક દિવસમાં બપોરે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, પવનની ઝડપ 18 કિલોમીટર થઇ

ભાવનગર શહેરમાં ગઇ કાલે એન્ટિસાયક્લોનિક વિન્ડ પેટર્ન ગરમીનો પારો છેલ્લાં 5 વર્ષમાં સૌથી વધુ 44.5 ડિગ્રી નોંધાયા બાદ આને એક જ દિવસમાં દરિયાઇ ભેજવાળા પવનનને કારણે શહેરના મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઘટાડો થઇને મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા કાળઝાળ ગરમીમાં થોડી રાહતનો અનુભવ થયો હતો. શહેરમાં આજે 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે ઘટીને 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તે આજે ઘટીને 27.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં ગઇ કાલે પવનની ઝડપ 14 કિલોમીટર નોંધાઇ હતી તે આજે વધીને 18 કિલોમીટર થઇ ગઇ હતી. જ્યારે ગઇ કાલે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 33 ટકા રહ્યું હતુ તે આજે 12 ટકા વધીને 45 ટકાને આંબી ગયું હતુ. જો કે દરિયાઇ દિશાના થોડા ભેજવાળા પવનને લીધે આજે શહેરમાં તાપમાનમાં 5 ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો રહ્યો હતો. જેથી બળબળતી ગરમીમાંથી થોડી રાહતનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો.

અન્ય સમાચારો પણ છે...