કુતરાઓનો આતંક:ભાવનગરનાં ચિત્રામાં 4 માસની બાળકીને કુતરૂં ઉઠાવી ગયા બાદ મોત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતો કુતરો બાળકીને માથું પકડીને લઇ ગયો
  • સવારે​​​​​​​ 10 વાગ્યે ઘરના સભ્યો રોજીંદા કામકાજમાં વ્યસ્ત હતા અને બાળકી ઘોડિયામાં સુતી હતી

ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું કુતરું મોઢામાં લઈ ભાગ્યું હતું પરંતુ ઘરમાં હાજર મહિલાએ જોઈ લેતે બાળકીને કુતરા પાસેથી મુકાવી બાઈક પર હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી નં. 2માં રહેતા હિંમતભાઈ વાલજીભાઈ ભાલિયાનો પરિવાર રહે છે.

આજે સવારે પરિવારના સૌ કોઈ સભ્યો નિત્યક્રમ પ્રમાણે પોતપાતાના કામે ગયા હતા અને સવારે 10 વાગ્યાના અરસામાં હિંમતભાઈની 4 મહિનાની દિકરી કાવ્યા ઘોડિયામાં સુઈ રહી હતી. જ્યારે ઘરમાં હિંમતભાઈના પત્નિ હાજર હતા જેઓ ઘરની પાછળ કપડા ધોઈ રહ્યાં હતા જ્યારે તેમના ભાભી ઘરે હતા અને શેરી સુધી બાળકોને સ્કુલ બસ સુધી મુકવા ગયા હતા.

આ અરસામાં એક રખડતા કુતરાએ હિંમતભાઈના ઘરમાં આવી 4 મહિનાની બાળકી કાવ્યાને માથાના ભાગેથી મોં વડે ઉપાડી જતો હતો ત્યાં તેમના ભાભીએ જોઈ લેતા તેમણે બુમાબુમ કરી બાળકીને છોડાવી હતી. કુતરાના દાંત વાગવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી.

આ અંગે પાડોશીઓને જાણ થતાં પાડોશમાં રહેતા લોકોએ તાત્કાલિક બાઈક પર બાળકી કાવ્યાને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને 12.05 કલાકના અરસામાં મૃત જાહેર કરી હતી. હિંમતભાઈને સંતાનમાં જેનીલ નામનો એક દિકરો છે. જે બાદ ગત તા. 13/03/2022ના રોજ તેમના ઘરે દિકરી કાવ્યાનો જન્મ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...