તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વરસાદના વિરામથી બપોરે તાપમાનમાં 3.6 ડિગ્રીનો વધારો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા થઇ ગયું
  • બુધવારે ભાવનગરનું તાપમાન ઘટીને 39.7 ડિગ્રી થયેલું તે ગુરૂવારે 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું

ભાવનગર શહેરમાં આજે વરસાદમાં વિરામ રહેતા અને બપોરે સૂર્યનારાયણ ખિલતા મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું હતુ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 24 કલાકમાં 20 ટકા ઘટલ જતા વરસાદનું જોર નબળું પડી ગયું છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 29.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે તડકો ખિલતા 3.6 ડિગ્રી વધીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 24 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં ખાસ તો હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું છે.

ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા હતુ તે આજે ઘટીને 72 ટકા થઇ ગયું હતુ. જ્યારે પવનની ઝડપ ગઇ કાલે 6 કિલોમીટર હતી તે આજે વધીને 20 કિલોમીટર થતા સાંજે પવનના સૂસવાટા ફૂંકાયા હતા. આમ, આજે શહેરમાં વરસાદનું જોર ઘટતા બપોર તાપમાન વધ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...