દિવાળીની ભેટ:બોરતળાવમાં મ્યુઝિક સાથે લહેરાશે 25 થી 30 ફૂટ ઊંચો ફુવારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવની વચ્ચે બનશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફુવારો
  • મ્યુઝિકલ ફાઉન્ટન છે તેવી સુવિધા ભાવનગર શહેરમાં મળશે : જીતુભાઈ વાઘાણી

ભાવનગરના લોકોને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દિવાળીની ભેટ રૂપે બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝીકલ ફાઉન્ટેન બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરેલ છે. આ ફુવારો તૈયાર થયા બાદ તેનો લાભ લોકો વિના મૂલ્યે લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે હવે અક્ષરધામ કે દુબઈ મા જે મ્યુઝીકલ ફાઉન્ટેન જોઈએ છીએ તેનો ઘર આંગણે લાભ મળશે. આ તકે મંત્રીએ જણાવ્યું કે બોરતળાવ એ ભાવનગરનું એક નજરાણું છે કે જેમાં વાર તહેવારે લોકો ફરવા માટે આવતા હોય છે. સૌની યોજના થકી નર્મદા નદીનું આશરે 200 કરોડ લીટર જેટલા પાણીનો સંગ્રહ બોરતળાવમાં કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન (ફુવારો) બનાવાશે જે ભાવેણાની યશકલગીમાં નવું નજરાણું બની રહેશે. આશરે 2 કરોડના ખર્ચે આ મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. ભાવનગરના જન્મદિવસે છ મહિના અગાઉ મ્યુઝિકલ ફાઉન્ટેનની જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને બે કરોડના ખર્ચે આ ફુવારાનું કામ પૂર્ણ થયા બાદ 25 થી 30 ફૂટ ઊંચો બોર તળાવની વચ્ચોવચ આ ફુવારાનો આનંદ લોકો વિનામૂલ્ય લઈ શકશે.

અદ્યતન ફુવારાની વિશેષતા
À નવીન અને અદ્યતન આર્ટ ટેક્નોલોજીનું સપ્લાય, ઇન્સ્ટોલેશન, સંચાલન અને જાળવણી À  એક્વા સ્ક્રીન પર પ્રોજેક્શન À  સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથે HD મલ્ટીમીડિયા À ડ્રૉન્સ માનવરહિત એરિયલ વાહનો (યુએવી)À  મ્યુઝિકલ ફાઉન્ટેન - શૂટર્સ, 2D અને 3D તત્વો À લેસર રે સિસ્ટમ ઇફેક્ટ્સÀ  પાણીની અંદર LED લાઇટિંગ ઇફેક્ટ્સ À  RGB LED લાઇટ સ્ટ્રીપ્સ\r\n ફાઈબર આધારિત એલઇડી ફુવારાનું માળખું - લોટસ શેપ À 10.2 સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ À  ઓડિયો ટૂર ગાઈડ

અન્ય સમાચારો પણ છે...