ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો માટે 10 દિવસીય સ્કાઉટ તાલીમ યોજાઈ હતી. તા.1 મે થી શરૂ થયેલી 10 દિવસની તાલીમમાં વિદ્યાર્થીઓએ વાલીની ઉપસ્થિતિમાં જાતે રસોઈ પણ કરી હતી. બાળકોને આપત્તિ નિવારણના ઉકેલની તાલીમ આપવામાં આવી હતી.
બાળક સતત પ્રવૃત્તિશીલ રહે આવા વિચારોને પ્રાધાન્ય આપતાં શિશુવિહાર પ્રાંગણમાં બાળકો ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે. બાળકોને પોતાનુ સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ છે એટલા માટે તો બાળકને બધું જ પોતાની જાતે કરવું છે જાતે કામ કરીને બાળકને પોતે સ્વાવલંબી છે તે પુરવાર કરવું છે. બાલમંદિર હોય કે શાળા હોય કે પછી બાળકના પાલક હોય, હર કોઈની પ્રથમ ફરજ છે કે બાળકોને પુરતી સ્વાતંત્રતા આપવી જોઈએ જેથી પોતાના ભવિષ્યમાં શું કરવું એ જાતે કરી શકે.
આ ઉપરાંત બાળકોને આપત્તિ નિવારણના ઉકેલની તાલીમ આપવામાં આવેલી હતી, વિદ્યાર્થીઓએ તા.9 મે નાં રોજ શામપરા ખાતે નલીનભાઈ પંડિતની વાડીએ સાયકલ પ્રવાસ કરીને કુદરતી વાતાવરણમાં ટેન્ટ પીચિંગ, એડવેન્ચર એક્ટીવીટી, વાડી દર્શન, કેમ્પફાયર, બાળકોને નાની વયે અંધારાની બીકને દુર કરવા માટે રાત્રી રમત અને રાત્રી રોકાણનો અનુભવ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પાર્થભાઈ તથા કમલેશભાઈ વેગડે સંભાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.