આ વર્ષે તલના પાકમાં ઘટાડો થયો હોય ભાવમાં વૃદ્ધિ થઈ છે. મગફળી અને કપાસની સાથે આ વર્ષે ખેડૂતોને તલમાં પણ સારા ભાવ મળી રહ્યા છે. તલના ભાવ વધતા હવે શિયાળામાં સાની ખાવાના શોખીનો ને ભાવ વધારો આપવો પડશે અને સાનીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.
ભાવનગર માકેટીંગ યાર્ડ ચિત્રામાં તલની બજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો. ભાવનગર યાર્ડના અરવિંદભાઇના જણાવ્યા મુબજ શીંગ અને કપાસના ભાવો ગયા વર્ષ ખૂબજ હોવાથી તલનો પાક ઓછો કરવામાં આવ્યો હતો તેમજ આ વર્ષ વરસાર સારો પડતા તલના પાકને નુકશાન થયુ છે. તલની આવક નવરાત્રી અને દિવાળીથી શરૂ થાય છે. જે આ વર્ષે તલની આવકમાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો છે. આ વર્ષ રોજ સરેરાશ 100 ગુણીની એટલે કે 8000 કિલો જેવી આવક થાય છે. જે ગયા વર્ષ કરતા ઓછી છે. જેના કારણે તલના ભાવો ઉંચા રહ્યા છે.
ભાવનગર યાર્ડમાં તલના ભાવો રૂા.2200 થી 3650 પ્રતિ 20 કિલોના, તળાજામાં રૂા.2340 થી 3250, મહુવામાં 3000 થી 3400 ભાવો પ્રતિ કિલોના રહ્યા હતા. તલના ઉંચા ભાવોના કારણે શિયાળામાં શકિત વર્ધક સાનીના ભાવોમાં આ વર્ષે 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે. ધાણીના માલીક દ્વારા જણાવ્યા મુજબ તલની ઓછી આવકના કારણે આ વર્ષ સફેદ તલની સાનીના ભાવ ગયા વર્ષના રૂા.180ની તુલનાએ રૂા.200 પ્રતિ કિલો, કાળા તલની સાનીના ભાવ ગયા વર્ષના રૂા.220ની તુલનાએ રૂા.240 પ્રતિ કિલોના રહ્યા છે. જે વધારો લોકોને શિયાળમાં સાની ખાવા માટે આપવા પડશે.
તેમજ તલતેલમાં પણ 10 ટકા જેવો વધારો જોવા મળ્યો છે. સફેદ તલ તેલ 380 જે ગયા વર્ષની રૂા.340ની સરખામણીએ રૂા.40 અને કાળા તલનુ તેલ રૂા.420 જે ગયા વર્ષની રૂા.380ની સરખામણીએ રૂા.40નો વધારો જોવા મળ્યો છે.સાથો સાથ જેમા તલનો ઉપયોગ થાય છે.તે ચીજ વસ્તુના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.