તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ચક્કર:99% ઉમેદવારો મ્યુ.બજેટની રકમથી અજાણ

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારોની જીતની વ્યૂહરચનામાં લોકપ્રશ્નો અને ડોર ટુ ડોર પ્રચાર મુખ્ય રહેશે

ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી લડતા ભાજપ અને કોંગ્રેસ નાં ઉમેદવારોને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ત્રણ પ્રશ્નો કરવામાં આવ્યાં. દરેક ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા જવાબ પરથી સત્યની છબી દેખાઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગ ની મહિલા ઉમેદવાર વતી તેમના પતિએ જવાબ આપ્યો છે. પોતે ચૂંટણી માં ઊભા રહીને જ્યારે ચુંટણી અંગે નાં પ્રશ્નોનો જ જવાબ નથી આપી શકતા તેવા મહિલા ઉમેદવારો લોકોના પ્રશ્નો માટે લડશે કેવી રીતે ?.

સવાલ 1 : મહાનગરપાલિકા નું આ ટર્મ નું બજેટ
ભાવનગર કોર્પોરેશન નાં બજેટ વિશે કોંગ્રેસ અને ભાજપ નાં ઉમેદવારો ને પૂછતા કોંગ્રેસ નાં જયદીપસિંહ ગોહિલ સિવાય કોઈ બજેટ ની રકમ વિશે જણાવી શક્યું નથી. બજેટ ની રકમ વિશે તો દૂર પરંતુ બજેટની અંદાજિત રકમ વિશે પણ વાત કરી શક્યા નથી. ભાજપ અને કોંગ્રેસ નાં કુલ 103 ઉમેદવારો માંથી 96 ઉમેદવારો સાથેની વાતચીતમાં ફક્ત એક વ્યક્તિ બજેટ નાં આંકડાઓ વિશે માહિતી આપી શક્યું છે. મોટાભાગ નાં ઉમેદવારો મને ખબર નથી , અમે પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છીએ, કોર્પોરેટર ન હોવાથી ખ્યાલ નથી, જે હોય તે વિકાસ નાં કામોમાં વપરાશે પ્રકાર ની વાતો કરી છે. આ ઉમેદવારો માંથી પુનરાવર્તિત થતાં કોંગ્રેસનાં ઉમેદવારોની સંખ્યા 18 અને ભાજપનાં ઉમેદવારોની સંખ્યા 12 છે. આટલા સમયથી કોર્પોરેશન સાથે સંકળાયેલા હોવા છતાં કોઈને બજેટ વિશે માહિતી નથી.

ટિપ્પણી : ભાવનગર મહાનગરપાલિકા નું ટર્મ 2020-2021 નું બજેટ 1146 કરોડ નું છે. જેમાં 1063 કરોડ રૂપિયા વિવિધ કાર્યોમાં ખર્ચ થઈ જાય છે. આ ખર્ચમાં વહીવટી ખર્ચ થી લઈને પગાર સહિતની તમામ બાબતો શામેલ છે. તમામ ખર્ચ થયા પછી પણ 83 કરોડ રૂપિયા સીધા બચી જાય છે. છતાં વિકાસ નાં કામો ક્યાં થયા છે તે દેખાઈ રહ્યું નથી.

સવાલ 2 : જો તમે આ વખતે ચૂંટણી જીતી ગયા તો પ્રાથમિકતા નાં ધોરણે ક્યાં કાર્યો કરશો.
કોંગ્રેસ અને ભાજપ નાં ચૂંટણી લડતા ઉમેદવારો પોતાની જીત થાય તો વર્ષો જૂના ગટર, પાણી અને લાઈટ નાં પ્રશ્નો હલ કરવામાં અટવાયેલા છે. એવામાં વિકાસ કાર્યો ક્યાંથી થઈ શકે. કુલ 96 ઉમેદવારો માંથી , ગરીબ અને પછાત વર્ગના લોકો માટે 26.04 ટકા લોકો જ કામ કરવા ઈચ્છે છે. 34.37 ટકા લોકો નળ, ગટર અને પાણીની નાં પ્રશ્નો અંગે કાર્ય કરવા ઉત્સુક છે. બાકી રહેલા તમામ વિકાસ નાં કર્યો કરવા માટે 31.25 ટકા લોકો હાજર છે પરંતુ આરોગ્ય અને ભણતર માટે ફક્ત 7.5 ટકા લોકોને જ કામગીરી કરવી છે.
ટિપ્પણી : ભાજપ અને કોંગ્રેસ નાં ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી સ્થાનિક પ્રશ્નોને બદલે ખેડૂત આંદોલન અને ગેસ પેટ્રોલ નાં ભાવવધારા વિશે ચિંતિત છે. ચૂંટણી પ્રચારમાં લોકોના સ્વાસ્થ્ય ને નેવે મૂકવામાં આવી રહ્યું છે. ભાવનગર માં આરોગ્ય ની વ્યવસ્થા ન હોવાથી લોકોને અમદાવાદ અને મુંબઈ નાં ધક્કા ખાવા પડે છે અને સ્કૂલો તથા અભ્યાસની ગુણવતા પર પણ કોઈ ધ્યાન દેવામાં આવી રહ્યું નથી. જો ઉમેદવારો માં વિકાસ નાં કાર્ય કરવાનું વિઝન જ નથી તો કોઈ કામ થઈ શકે નહિ. હજી સુધી ભણતર અને આરોગ્ય નાં પાયાં નાં પ્રશ્નો વિશે કોઈ વિચારી રહ્યું નથી ત્યારે કામગીરી કેવી રીતે થાય.

સવાલ 3 : ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના શું છે ?
ચૂંટણી જીતવા માટે જ્ઞાતિવાદ ની વાત આવવી વ્યાજબી નથી. ઘણાં ઉમેદવારો પોતાની મહેનત નાં ફળ ખાવાની જગ્યાએ અમારી જ્ઞાતિ નાં આટલા વોટ છે અને બીજી જ્ઞાતિ નાં લોકો નાં આટલા વોટ છે તેવું કહી રહ્યા છે. આમ તો રાજકીય પક્ષો જાહેર માં જ્ઞાતિ નાં પરિબળ ને મહત્વ આપતા નથી ત્યારે ચૂંટણી જીતવાની વ્યૂહરચનામાં ખુલેઆમ જ્ઞાતિ સમાયેલ છે. ઘણા ઉમેદવારો અમારો વિસ્તાર કોંગ્રેસ નો કે ભાજપ નો ગઢ છે તેમ સમજીને ચૂંટણી લડી રહ્યા છે. કેટલાક ઉમેદવારો નું કહેવું છે કે અમારી સરકારે લોકો માટે એટલા કામ કર્યા છે કે આવતા ટર્મ થી તો વોટ લેવા નહિ જવું પડે. કેટલાક લોકો પોતાના આગેવાનો ની છબી અને ભૂતકાળ માં થયેલા કર્યો નાં જોરે લડી રહ્યા છે.

કોંગ્રેસ અને ભાજપ નાં ઉમેદવારો ની વ્યૂહરચના માં લોકોના પ્રશ્નો અને ડોર ટુ ડોર સર્વે મુખ્ય છે. ઉમેદવારો ની વચ્ચે જ્ઞાતિવાદ નાં સપોર્ટમાં પણ 8.3 ટકા લોકો છે તે આશ્ચર્ય ની વાત છે. લોકોને સંપર્ક કરીને ડોર ટુ ડોર કામ કરવા વાળા લોકો ની ટકાવારી 27.08 ની છે. એક સબળ પક્ષ તરીકે ઊભરી આવવાની જગ્યાએ સામેના પક્ષથી ત્રાસી ગયા છે તેમ પણ મતની આશા ધરાવતા લોકો 17.7 ટકા છે. લોકોના અલગ અલગ પ્રશ્નો માટે લડનાર ની સંખ્યા 22.91%ની છે જ્યારે 20.83 % લોકોને વિકાસ નાં કાર્યો કર્યા હોવાથી જીતે તેવી આશા છે. 3.12% લોકો પહેલાના ઉમેદવારો અને આગેવાનોનાં બળે જીતવાની ઈચ્છા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો