તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ભાવનગર યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાના પ્રથમ દિવસે 98 % પરીક્ષાર્થીઓ હાજર

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 14601 પૈકી 14,293 પરીક્ષાર્થી હાજર
  • 28 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ગેરરીતિનો એક કિસ્સો નોંધાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની ઓફલાઇન પરીક્ષાનો આજથી રોજ ત્રણ સેશનમાં આરંભ થયો છે. યુજી સેમ-6, પીજી સેમ-4 એલએલબી સેમ 1 અને 6, એમબીએ અને એમસીએ સેમ.-1 તેમજ ટી.વાય. બી.એ., ટી.વાય.બી.કોમ એક્સટર્નલ પરીક્ષાનો આજથી આરંભ થયો જેમાં કુલ 14,601 પરીક્ષાર્થીઓ પૈકી 14,293 હાજર નોંધાતા પહેલા દિવસે 97.89 ટકા પરીક્ષાર્થીઓ હાજર નોંધાયા હતા. કુલપતિ અને કુલસચિવે જુદા જુદા પરીક્ષા કેન્દ્ર ખાતે જઇને નિરક્ષણ કર્યું હતુ. કોવિડની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરાયું હતુ. આજે પ્રથમ દિવસે પરીક્ષામાં ગેરરીતિનો એક કિસ્સો નોંધાયો હતો.

આજે પરીક્ષામાં શહેરમાં 12 અને ગ્રામ્યમાં 16 મળીને કુલ 28 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાનો આરંભ થયો હતો. જેમાં પ્રથમ સેશનમાં કુલ 6361 પૈકી 6255 પરીક્ષાર્થીઓ હાજર રહ્યાં હતા. બીજા તબક્કામાં 23 કેન્દ્રોમાં (શહેરમાં 10 અને ગ્રામ્યમાં 13 ) કુલ 4843 પૈકી 4767 પરીક્ષાર્થીઓ હાજર રહ્યાં હતા. તૃતિય તબક્કામાં કુલ 14 પરીક્ષા કેન્દ્રો (શહેરમાં 8 અને ગ્રામ્યમાં 6 ) હતા તેમાં કુલ 3397 પૈકી 3271 પરીક્ષાર્થીઓ હાજર નોંધાયા હતા. એટલે કે સવારે પ્રથમ સેશનમાં 99 ટકા , બીજા સેશનમાં પણ એવરેજ 99 ટકા અને તૃતિય સેશનમાં 96 ટકા જેટલી હાજર નોંધાઇ હતી.

તમામ વિદ્યાર્થીઓએ કોરોનાની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરીને ઉમંગભેર પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...