ભાવનગર નજીક આવેલા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોરોનાકાળ બાદ પ્રવાસીઓનો 94.32% નો વધારો નોંધાયો છે. શિયાળા દરમિયાન વધુ પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે. છેલ્લા એક માસમાં જ 1970 જેટલા પ્રવાસીઓ આવી ચુક્યા છે. \n\n કોરોનાકાળ પહેલા ભાવનગર સ્થિત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વર્ષ 2018-19 માં 10,569 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
જ્યારે કોરોનાકાળ દરમિયાન દેશના મોટાભાગના બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનો બંધ હતા, ત્યારે કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વર્ષ 2020-21 માં 6096 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જે વધીને જે 94.32% થી વધીને કોરોનાકાળ બાદ વર્ષ 2021-22માં 11,846 પ્રવાસીઓએ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાની મુલાકાત લીધી હતી. કાળીયારની વસ્તી વર્ષ 2021 માં 7554 હતી. જ્યારે વર્ષ 2022 દરમિયાન 5066 રહેવા પામી છે.
વેળાવદરમાં કાળિયાર સિવાયની પ્રજાતિ
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળીયાર સિવાયના પ્રાણીઓમાં વરુ, ઝરખ, શિયાળ, લોકડી, નીલગાય વગેરે તથા પક્ષીઓમાં ખડમોર, હરિયલ (બાજ) અને તે સિવાયના ઘાસના પક્ષીઓ, અન્ય 60 થી 70 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘાસીયા મેદાન અનુરૂપ હોય તેવા પશુ-પક્ષીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
વેસ્ટલેન્ડનો ઉપયોગ કરી ઉદ્યાનનો વિસ્તાર વધારો
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુ-પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે તે માટે સરકારે આ અભયારણ્યના વિસ્તારનો વધારો કરવો જોઈએ. રેવન્યુ વિસ્તાર વેસ્ટ લેન્ડ જે વણવપરાયેલી બિનઉપજાઉ અભયારણ્યની આસપાસની જમીનને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉમેરીને વધારો કરવામાં આવે તો કાળીયાર તથા અન્ય પ્રાણી-પક્ષીઓનો વસ્તી વધારો થઈ શકે. - નિલેષ જોષી, ACF, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.