સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર:ભાવનગરમાં ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું 93.09 ટકા પરિણામ આવ્યું, A1 કેટેગરી માં 151 વિદ્યાર્થીઓ પાસ થયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનું પરિણામ 2020 કરતા ઊંચું નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશખુશાલ
  • સામાન્ય પ્રવાહના 13 હજાર 733 વિદ્યાર્થીમાંથી 13 હજાર 665 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ - 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કુલ 93.09 ટકા જેટલું પરિણામ આવ્યું છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં સામાન્ય પ્રવાહના 13 હજાર 733 વિદ્યાર્થીમાંથી 13 હજાર 665 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ A1 કેટેગરી માં 151 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. પરિણામ ઓનલાઈન હોવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે જ જોઈ લેતા હોય છે. ભાવનગર જિલ્લાનું પરિણામ 2020 કરતા ઊંચું નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા.

જિલ્લામાં સામાન્ય પ્રવાહના 13 હજાર 733 વિદ્યાર્થીમાંથી 13 હજાર 665 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા થયેલા પરિણામ મુજબ A1 કેટેગરી માં 151, A2-2113, B1-3935, B2-3639, C1-2164, C2- 679, D-38 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે E1-2, Ni-1012 મળીને ઓવર ઓલ ભાવનગર જિલ્લાનું 93.09 ટકા જેટલું ઊંચું પરિણામ રહ્યું હતું.

રાજ્યમાં 4.22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 86.91 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે, કોરોના મહામારી પછી 2 વર્ષ પછી ઓફલાઈન પરીક્ષા યોજાઈ હતી. 2021ના વર્ષે વૈશ્વિક મહામારી કોરોના કાળના કારણે ધોરણ - 10 અને ધોરણ - 12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું.

10 વર્ષનું ભાવનગર જિલ્લાનું પરિણામ

વર્ષ

ધો.12 સા.પ્ર.નું રિઝલ્ટ

202293.09 ટકા
2021માસ પ્રમોશન
202079.52 ટકા
201981.04 ટકા
201855.69 ટકા
201755.59 ટકા
201656.21 ટકા
201558.26 ટકા
201463.56 ટકા
201369.29 ટકા

જિલ્લાના કેન્દ્રોનું પરિણામ

કેન્દ્ર20222020વધારો
ભાવનગર-પૂર્વ90.579.0911.41
ભાવનગર-પશ્ચિમ92.678.5214.08
પાલિતાણા94.0576.1117.94
ગારિયાધાર89.9563.5826.37
વલ્લભીપુર95.2868.227.08
ઉમરાળા89.4778.510.97
સિહોર93.3679.8913.47

વાળુકડ(પાલિતાણા)

83.2378.44.83
મહુવા92.5182.969.55
તળાજા95.9683.1212.84
સથરા97.3985.328.48
ભુંભલી95.5584.7412.65
બગદાણા95.6770.8924.78
પિથલપુર94.12859.12
હાજીપર93.9781.3412.63
જેસર94.0882.9511.13
વાળુકડ(ઘોઘા)95.2577.1518.1
તલગાજરડા97.2880.0717.21

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...