તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો જાગો:48 કલાકમાં કોરોનાના 93 પોઝિટિવ કેસ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભાવનગરમાં 24 કલાકમાં દર કલાકે બે પોઝિટિવ કેસ
 • ધૂળેટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલીને રંગે રમ્યા રાત્રે સમૂહમાં ખાણીપીણી માણી

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારી બેકાબૂ બની છે અને છેલ્લાં 48 કલાકમાં કોરોના પોઝિટિવના કુલ 93 કેસ નોંધાયા છે. જેમાં આજે તો 24 કલાકમાં 48 એટલે કે દર કલાકે બે પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. આજે ભાવનગર શહેરમાં 38 અને તાલુકા -ગ્રામ્ય કક્ષાએ 10 મળીને કુલ 48 કેસ નોંધાયા હતા. આજ સુધીમાં કોરોના પોઝિટિવના સમગ્ર જિલ્લામાં કુલ કેસ 6879 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 6451 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં રિકવરી રેઇટ ઘટીને 93.78 ટકા થઇ ગયો છે.

આટલો રોગચાળો વકર્યો હોવા છતાં લોકોએ ધૂળેટીના દિવસે માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ ભુલી રંગે રમ્યા અને રાત્રે સમૂહમાં રેસ્ટોરન્ટ, ધાબા કે સર્કલોમાં જઇને ખાણીપીણીની જ્યાફત કોરોના જાણે ચાલ્યો ગયો હોય તે રીતે ઉડાવી હતી. ભાવનગર શહેરમાં આજે 38 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 25 પુરૂષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 19 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા તેમાં 11 પુરૂષ અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં કોરોનાના કુલ 4640 કેસ નોંધાયા છે અને તે પૈકી 4320 સાજા થઇ જતાં રિકવરી રેઇટ 93.10 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેમાં સિહોરમાં 44 વર્ષીય મહિલા અને 64 વર્ષીય પુરૂષ, તળાજાના ઠળીયામાં 31 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરમાં 68 વર્ષીય પુરૂષ, ઉમરાળાના ચોગઠમાં 25 વર્ષીય પુરૂષ, સિહોરના સોનગઢમાં 76 વર્ષીય મહિલા, વલ્લભીપુરના હળીયાદમાં 40 વર્ષીય પુરૂષ, તળાજાના ઠળીયામાં 61 વર્ષીય પુરૂષ, પાલિતાણામાં 19 વર્ષીય મહિલા અને ઘોઘાના લાકડીયામાં 27 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

આજે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. અત્યાર સુધીમાં ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાના કુલ 2239 કેસ નોંધાયા છે અને તે પૈકી 2131 સાજા થઇ જતાં રિકવરી રેઇટ 95.18 ટકા થઇ ગયો છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યા 358ને આંબી ગઇ
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં શહેરમાં આજે સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 276ને આંબી તો તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 82 દર્દીઓ સારવાર લઇ રહ્યાં હોય સમગ્ર જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 358ને આંબી ગઇ છે.

ધૂળેટીના પર્વે 45 પોઝિટિવ કેસ મળ્યા
ભાવનગર જિલ્લામા ગઇ કાલે ધૂળેટીના પર્વે 45 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 26 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 36 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 9 દર્દી નોંધાયા હતા. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 18 અને તાલુકાઓમાં 5 કેસ મળી કુલ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ભાવનગરમાં રેમિડેસિવર ઇન્જેકશન રૂ.1680માં અપાશે
હાલની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીને રૂ.5400ની કિંમત ધરાવતા રેમીડેસીવીર ઇન્જેક્શન હવે રૂ.1680માં આપવાનો નિર્ણય કરાયો છે. તેમ છતાં જો કોઈ ઇન્જેક્શનની એમ.આર.પી. આ ભાવ કરતા પણ ઓછી હશે તો તે મુજબ ઓછો ભાવ લેવામાં આવશે.

દિવ્યાંગ અને વયોવૃદ્ધ માટે રસીકરણ માટે વાહન વ્યવસ્થા
શહેરમાં વયોવૃદ્ધો અને દિવ્યાંગોને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે જેથી કોર્પોરેશન દ્વારા તેની માટે તેમના નિવાસસ્થાનેથી લઈ જવા વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રસીકરણ માટે દિવ્યાંગ તથા 85 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન લોકોએ કોર્પોરેશન હસ્તકના ફ્લડ કંટ્રોલ ખાતે ફોન નં.0278-2430245 પર સંપર્ક સાધવામાં આવશે તો તેમને તેમના નિવાસસ્થાને વાહન મંગાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો