ભાવનગરના શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં ગ્રીષ્મ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળક સતત પ્રવૃત્તિશીલ રહે આવા વિચારોને પ્રાધાન્ય આપતાં શિશુવિહાર પ્રાંગણમાં 1940 થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા ગ્રીષ્મ તાલીમ અંતર્ગત વર્ષ 2022 ની પ્રથમ તાલીમ 1 મે થી 12 દિવસ માટે યોજાઈ રહી છે.
બાળકોમાં પોતાનુ સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ છે એટલા માટે તો બાળકને બધું જ પોતાની જાતે કરવું છે જાતે કામ કરીને બાળકને પોતે સ્વાવલંબી છે તે પુરવાર કરવું છે. બાલમંદિર હોય કે શાળા હોય કે પછી બાળકના પાલક હોય, હર કોઈની પ્રથમ ફરજ છે કે બાળકોને પુરતી સ્વાતંત્રતા આપવી જોઈએ.
શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં ચાલતી ગ્રીષ્મ તાલીમમાં ઉર આશા ઝવેરી ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી સર્વાંગી તાલીમમાં ચિત્રકામ, સ્કેટિંગ, સ્કાઉટિંગ, કોમ્પ્યુટર, મહેંદી, બ્યુટીપાર્લર, અંગ્રેજીગ્રામર, ગ્લાસપેઇન્ટિંગ પ્રકારે વિવિધ પ્રવૃતિઓમાં 92 બાળકોને ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.
જીવન શિક્ષણના ભાગરૂપે વેકેશન માટેની બીજી તાલીમ તારીખ 14 મે થી 25 મે દરમિયાન યોજાશે. સાથોસાથ બાળકો માટે શામપરા ખાતે સાઇકલ પ્રવાસ, કબડ્ડી, ખો-ખો પ્રકારની શાંતિપ્રિય ભારતીય રમતોની પણ તાલીમ રહેશે, વાલીઓને પોતાના બાળકોને શિશુવિહારના ઉપક્રમે યોજાતી સર્વાંગી તાલીમમાં મોકલી પ્રોત્સાહિત કરવા સંસ્થાએ વિનંતી કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.