તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકા ચૂંટણીમાં 910 ઉમેદવારો વચ્ચે જામશે જંગ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિ. પં.માં 111 તા. પં.માં 569 અને 3 ન.પા.માં 236 ઉમેદવારો જીતવા એડીચોટીનું જોર લગાવશે

ભાવનગર જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાની યોજાનાર ચૂંટણીમાં ભરાયેલા 1397 ઉમેદવારી ફાર્મમાંથી 927 ફોર્મ માન્ય ઠર્યા હતા.જયારે 196 જેટલા ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા કેટલાય ઉમેદવારોના ચૂંટણી લડવાના ઓરતા અધુરા રહયા હતા. બાદમાં આજે ફાર્મ ચકાસણીનાં અંતે ચિત્ર સ્પષ્ટ થયું છે.મહુવા,પાલિતાણા અને વલભીપુર નગર પાલિકા માટે 330 ઉમેદવારો 420 ફોર્મ ભર્યા હતા જેમાંથી 153 અમાન્ય અને 211 માન્ય રહયા હતા.જિલ્લા,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાં સૌથી વધુ 196 ફોર્મ અમાન્ય ઠર્યા હતા.

આજે પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતમાં 40 બેઠક પર કુલ 111 ઉમેદવારો,તાલુકા પંચાયતમાં 210 બેઠક પર કુલ 563 ઉમેદવારો અને મહુવા,પાલિતાણા અને વલભીપુર ત્રણેય મળીને 236 ઉમેદવારો ખરેખર હવે ચૂંટણી જંગમાં રહયા છે.આમ જિલ્લામાં એકંદરે ત્રણેય ચૂંટણી મળીને 910 ઉમેદવારો રહયાં છે. આજે અંતિમ દિવસે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. આમ હવે પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જતા પ્રચાર કાર્ય વેગવાન બનશે.

પાલિતાણા ન. પા.માં નવ વોર્ડમાં 89 ઉમેદવારો જંગમાં
પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે શનિવારે પાલિતાણા નગરપાલિકામાં કોંગ્રેસનો આંતરીખ વિખવાદ ચરમ સિમાએ જોવા મળ્યો હતો.કોંગ્રેસના ઉમેદવારી ઇચ્છુકોએ ટિકીટ નહીં મળતા નગર પાલીકામાં પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખના હાથમાંથી કોંગ્રેસના ઉમેદવારોના 32 જેટલા મેન્ડેટ ઝુંટવી લઇ ફાડી નાખ્યા હતા.

પાલિતાણામાં મેન્ડેટ રદની ઘટનામાં કોંગ્રેસ પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો.આ અંગે પંચનો જવાબ માંગતા ચૂંટણી પંચે મેન્ડેટ સ્વિકારવાની તૈયારી બતાવી તમામ 32 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટ સ્વિકારતા આજે પાલિતાણામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પાલિતાણા નગર પાલિકાની યોજાનાર નવ વોર્ડની ચૂંટણીમાં કુલ 186 ફોર્મ ભરાયા હતા.

બાદમાં ફોર્મ ચકાસણી બાદ 96 ફોર્મ દર કરાયા હતા.જયારે પરત ખેંચવાના દિવસે 1 ફોર્મ પાછુ ખેચાયું હતું આમ આખરે 89 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહયાં છે.પાલિતાણા નગર પાલિકાના નવ વોર્ડ માટે આગામી તા.28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.કોંગ્રેસના કાર્યકરોની મેન્ડેટ ફાડી નાખવાની ઘટના ગંભીર સાબીત થઇ હતી.કોંગ્રેસના આગેવાનોએ કાયદાકીય રીતે ફોર્મ માન્ય રાખવા માટે ભારે દોડાદોડી કરી હતી.આમ પાલિતાણાની ચૂંટણીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો