તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધોરણ12 પાસ કર્યાના 9 માસ બાદ છાત્રો આજે ચડશે કોલેજનું પગથિયું

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સાયન્સ કોલેજમાં સેનેટાઇઝેશન - Divya Bhaskar
સાયન્સ કોલેજમાં સેનેટાઇઝેશન
 • આજથી કોલેજોમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવતા થશે, ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણ કાર્ય
 • યુનિવર્સિટીની 95 કોલેજમાં પ્રથમ વર્ષમાં શિક્ષણ શરૂ થશે

ગત વર્ષે મે-2020માં ધો.12 પાસ કરી ચૂકેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ કોરોનાની મહામારીને લીધે નવ માસથી ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યાં હતા અથવા પ્રવેશની રાહમાં હતા તે તમામ માટે હવે આવતી કાલ તા.8 ફેબ્રુઆરીને સોમવારથી કોલેજમાં વર્ગ શિક્ષણનો આરંભ થતા કોલેજિયન થવાનું અને કેમ્પસમાં વિહરવાનું શમણું આવતી કાલથી સાકાર થશે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સહિત રાજ્યભરની યુનિ.ઓમાં પ્રથમ વર્ષના શિક્ષણ કાર્યનો આરંભ થશે. કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

બી.એ., બી.કોમ., બી.એસસી., બીબીએ, બીસીએ, બીઆરએસ, બીએસડબલ્યુ જેવી વિદ્યાશાખામાં યુનિ.માં પ્રથમ વર્ષમાં કુલ 95 કોલેજોછે અને તેમાં 15,105 વિદ્યાર્થીઓ માટે સોમવારથી વર્ગશિક્ષણનો આરંભ કરવામાં આવશે. દરેકને પોતાની પાણીની બોટલ લાવવા અને જનરલ પાણીની બોટલ/મગ/ગ્લાસનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરાશે, રેક સંસ્થાએ નિયમિતપણે તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવા જણાવાશે, સ્ટાફઅને વિદ્યાર્થીઓએ પણ તેમના સ્વાસ્થ્યની સ્વ-દેખરેખ રાખવા માટે તકેદારી લેવા તેમજ કોઇ સ્ટાફ અને વિદ્યાર્થીને અથવા તેમના કુટુંબના સભ્યોમાંથી કોઇને ચેપ લાગ્યો હોય/ કોવિડ-19ની સારવાર મળી હોય તે સ્વેચ્છાએ તેની પણ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો