આરોગ્ય વિશેષ:થેલેસેમિયાના 200 બાળકોને 8610 યુનિટ રક્ત ચડાવાયુ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર બ્લડ બેન્ક દ્વારા 2019માં 2514 યુનિટ રક્ત બાળકોને અપાયું, 2021માં તે વધીને 3157 યુનિટ થયુ

ભાવનગર બ્લડબેંક સંચાલિત આર. વી. શાહ થેલેસેમિયા કાઉન્સેલિંગ સેન્ટરમાં વિનામૂલ્યે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાપ્ત કરેલ તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તપાસ કરવામાં આવેલી લોહી આપવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ બાળકોની કુલ મળીને 8610 યુનિટ બ્લડ ચડાવવામાં આવ્યું છે.

થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આ લોહી આપવામાં આવે છે. દર વર્ષે આ રીતે આપવામાં આવતા લોહીનું પ્રમાણ વધતું જાય છે એટલે કે બાળકોમાં થેલેસેમિયાનો વ્યાપ વધતો જાય છે તેમ કહી શકાય. 2019ના વર્ષમાં 2514 યુનિટ રક્ત બાળકોને અપાયું હતું જ્યારે 2021ના વર્ષમાં તે વધીને 3157 યુનિટ રકત થઈ ગયું હતું.

છેલ્લા ચાર વર્ષમાં થેલેસેમિયા દિવસ તો બાળકોને આ રોગથી તકલીફ માટે બહારથી નિષ્ણાત ડોક્ટરોને બોલાવીને વિનામૂલ્યે સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા તો ભાવનગરના બાળરોગ નિષ્ણાત ડો. જયેશ પંડયા સાથે સંપર્કમાં રહીને બાળકોની તકલીફ તેમજ તેનું યોગ્ય નિદાન કરવામાં આવે છે.

ખાસ તો વારંવાર રક્ત ચડાવવામાં આવે તેનાથી ફેરેટીનની તકલીફની સારવાર માટે દવા તથા ઇન્જેક્શન તેમજ 50 બાળકોને પંપ દ્વારા ચિલેશનની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. નવી દવા હાઇડ્રોક્સી યુરિયા જરૂરિયાત મંદ બાળકોને આપવામાં આવતા તેઓની રક્તની જરૂરિયાત ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને અંદાજે 5 જેટલા દર્દીને તો રક્ત ચડાવવાનું બંધ પણ થઇ ગયું છે. આ દવાઓ નબળા દર્દીઓ માટે મુશ્કેલી ભર્યું હોય તો સંસ્થા આર્થિક મદદ કરીને સારવાર ચાલુ રાખવા માટે દર્દીઓને પ્રોત્સાહિત કરે છે.

આ રોગની એક માત્ર સંપૂર્ણ રોગ મુક્ત સારવાર એટલે BMT બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ. આ માટે નિષ્ણાત તબીબોની સલાહ મુજબ કેમ અને સારવારના ખર્ચને પહોંચી વળવા માટે સંસ્થાઓનો સંપર્ક કરીને દર્દીઓને મદદ કરી અંદાજિત 10 દર્દીઓને આ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

આ સંસ્થામાં ડોક્ટર નિલેશ ભાઈ શાહ અને ડોક્ટર હાર્દિક અંધારિયા દ્વારા સારવાર આપવામાં આવે છે. આ સંસ્થાનું ધ્યેય ભાવનગર તેમજ સમગ્ર જિલ્લામાં થેલેસેમિયા રોગ દૂર કરવાનું છે અને આ માટે અભિયાન શરૂ કર્યું છે એટલે સેમી આ રોગ મુક્ત સમાજ માટે સમાજના અગ્રણીઓ, સંસ્થાઓ, ડોક્ટરો, કોર્પોરેટ જગત અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા માટે અનુરોધ કરાયો છે.

થેલેસેમિયા જાગૃતિ માટે આટલું કરવું આવશ્યક

  • દરેક નવદંપતીને થેલેસેમિયા ટેસ્ટ માટે આગ્રહ કરો અને તેના લાભ વિશે સમજાવો. >દરેક સ્ત્રી રોગ નિષ્ણાતે મહિલાઓને ગર્ભ રહ્યા બાદ ત્રણ માસમાં થેલેસેમિયા નો રિપોર્ટ કરાવે અને આ માટે દર્દીના કાઉન્સેલિંગ માટે ભાવનગર બ્લડ બેન્કમાં સવારના 10 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી વિનામૂલ્યે સેવા મળે છે.
  • સમાજમાં કોઈપણ વ્યક્તિને લોહીની વારંવાર જરૂર પડતી હોય તો તેમના કુટુંબીજનોને કાઉન્સેલિંગ માટે સમાજના દરેક અગ્રણીઓએ આગ્રહ રાખવો જે દર્દીને લોહી ના ટકા ઓછો રહેતા હોય તેવા દર્દીઓને પણ ટેસ્ટ કરવો અથવા કાઉન્સિલિંગ માટે ભાવનગર બ્લડબેંક સેન્ટર માં મોકલવા.
અન્ય સમાચારો પણ છે...