બેહિસાબ:આરોગ્ય વિભાગનો 8.49 લાખની RTPCR ખરીદી વિવાદ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કમિશનરની 67(3)સીની સત્તા વાપરી ખરીદી કરી સ્ટેન્ડીંગ કમિટીને પણ ગેરમાર્ગે દોરતા ઠપકા ઠરાવ થયો

કોવિડ દરમિયાન આરોગ્યના નામે લાખો કરોડો રૂપિયા બેહિસાબ ખર્ચ થયા છે. જેના એક પછી એક પન્ના હવે ખુલી રહ્યા છે. ગત સ્ટેન્ડિંગ કમિટીમાં 13 આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે 78 લાખ રૂપિયા મંજુર કર્યા હતા તેનો હિસાબ ઓડિટરને નહિ અપાતા અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ કરી તાકીદ કરી હતી જ્યારે 8.49 લાખના ખર્ચે 67(3)સી હેઠળ આરટીપીસીઆર ખરીદ કરેલી હોવાનું દર્શાવી સ્ટેન્ડીંગ કમિટી પાસે મંજૂરી મેળવી હતી પરંતુ ખરેખર કમિશનર દ્વારા 67(3)સી હેઠળ મંજૂરી અાપી જ નહીં હોવાથી સ્ટેન્ડીંગ કમિટીમાં અધ્યક્ષ સ્થાનેથી કમિટીને આરોગ્ય અધિકારી ગેરમાર્ગે દોરતા ઠપકા ઠરાવ કર્યા હતો.

કોરોના મહામારી સમયે તાત્કાલિક જરૂરીયાત હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા RTPCR કીટની ખરીદી કરી હતી. તેમાં પણ ભાવમાં તફાવત હતો. એકના રૂ.7.45 તો બીજી પાર્ટી પાસેથી ખરીદેલી કીટના રૂ.28 હતા. આરોગ્ય વિષયક હોવાથી સ્ટેન્ડીંગ કમિટીએ કુલ રૂ. 8.49 લાખની મંજૂરી પણ આપી હતી. તત્કાલીન સમયે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ કરેલી દરખાસ્તમાં આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક સેવાની તાત્કાલિક જરૂરીયાત હોવાથી જીપીએમસી એક્ટ 67(3)સી મુજબ ખર્ચ કર્યા બાદ હકીકત જાહેર કરવા આવી હતી.

જે ખર્ચ કરવાની સત્તા કમિશનરને છે. પરંતુ કમિશનર દ્વારા આરટીપીસીઆર ખરીદવાની કમિશનર દ્વારા 67(3)સી હેઠળ નહીં સામાન્ય મંજુરી આપી હતી જે સ્ટેન્ડીંગમાં મંજૂરી બાદ ખરીદ કરી શકે. જેથી સ્ટેન્ડીંગ કમિટીને પણ ગેરમાર્ગે દોરી આર.ટી.પી.સી.આર.ની ખરીદીમાં કમિશનરની સત્તા આરોગ્ય અધિકારીએ વાપરી હોવાનું ઓડિટમાં બહાર આવ્યું.જેથી આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં અધ્યક્ષ ધીરૂભાઈ ધામેલીયાએ આરોગ્ય અધિકારી ડો. સિન્હા વિરુદ્ધ ઠપકા ઠરાવ કર્યા હતો. સ્ટેન્ડીંગ કમિટીમાં અન્ય તમામ ઠરાવ મંજુર કરાયા હતા.

બોરતળાવના કાઠે બનશે સૌંદર્ય ઓક્સિજન પાર્ક
બોરતળાવના પાળા પાસે જાપાનની મિયાવીસી ગાર્ડન ટેકનોલોજીથી 5000 સ્કવેર મીટર જગ્યામાં મોટા વૃક્ષો વાવવામાં આવશે. જે ત્રણ ત્રણ ફૂટના અંતરે તો રોપણ કરાશે પરંતુ વૃક્ષો જે દસ વર્ષમાં મોટા થાય તે માત્ર ત્રણ વર્ષમાં જ ઘટાદાર બની જશે. અને ફળદ્રુપ જમીનમાં વૃક્ષની મજબૂતાઈ પણ વધશે. જે 36 લાખના ખર્ચે નિર્માણ પામશે જેને ઇસ્કોન સૌંદર્યને દત્તક આપવાનો પણ આજે સ્ટેન્ડિંગમાં અધ્યક્ષસ્થાનેથી ઠરાવ થયો હતો.

વિકાસ કામની સમયમર્યાદામાં વધારાની માગણીમાં ઘટાડો
કોવિડ મહામારી, તાઉતે વાવાઝોડા, મજુરો વતન ચાલ્યા જેવા જેવા જુદા જુદા કારણોસર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર સહિતના જુદા જુદા કામો ટેન્ડરની સમયમર્યાદા પ્રમાણે પૂર્ણ થઈ શકે તેમ નહીં હોવાથી 10 -12 માસ જેટલી મુદત વધારવાની તંત્ર તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ વિકાસ કામો તાત્કાલિક પૂર્ણ કરવા પર ભાર મુકી મુદત વધારવા જે માગણી કરી હતી તેમાં ઘટાડો કરવાનો ઠરાવ કર્યા હતો.