ધોરણ 12 સાયન્સનું પરિણામ:ભાવનગર જિલ્લાનું 83 ટકા પરિણામ, A-1 ગ્રેડમાં 11 વિદ્યાર્થીઓ આવ્યા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 4275 માંથી 3576 વિદ્યાર્થીઓ પાસ થયા અને 695 નાપાસ

રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે 2022 માર્ચમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ધો.12 સાયન્સ પ્રવાહનું રાજયનું 72.02 ટકા પરિણામ આવ્યુ છે. જેમાં ભાવનગર જિલ્લાનું 83.85 ટકા પરિણામ આવ્યુ છે. જિલ્લામાં કુલ 4275 વિદ્યાર્થીઓમાંથી 3576 વિધાર્થીઓ પાસ અને 695 વિધાર્થીઓ નાપાસ થયા છે.

ભાવનગર જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.85 ટકા જેટલુ ઊંચુ પરિણામ નોંધાયું છે, માર્ચ મહિનામાં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 4275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે જાહેર થયેલ પરિણામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી એન.જી.વ્યાસએ જણાવેલ કે, રાજ્યની સરખામણીએ ભાવનગર જિલ્લાનું સાયન્સ પ્રવાહનું ખૂબ જ સારૂ પરિણામ આવ્યુ છે.

ભાવનગર જિલ્લામાં કુલ 4275 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A-1 ગ્રેડમાં 11, A-2 માં 185, B-1 માં 651, B-2 માં 824, C-1 માં 977, C-2 માં 693, D માં 135, નાપાસ કેટેગરીમાં 695 વિદ્યાર્થીઓ છે. જિલ્લાનું 83.85 ટકા ઉંચુ નોંધાતા વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...