વેક્સિનેશન:10 તાલુકામાં 83% લોકો કોરોનાના પ્રથમ ડોઝથી સુરક્ષિત

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે જંગ જીતવા માટે રસીકરણનું શસ્ત્ર અસરકારક સાબિત થઇ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના 10 તાલુકાના 83 ટકા લોકો રસીકરણના પ્રથમ ડોઝથી સુરક્ષિત થઇ ગયા છે. જ્યારે ભાવનગર જિલ્લાના 705 પૈકી 448 ગામોમાં 100 ટકા અને 108 ગામોમાં 75થી 99.9 ટકા રસીકરણ થઇ ગયું છે. જ્યારે 108 ગામોમાં 75થી 99.9 ટકા રસીકરણ થઇ ગયું છે. તો તાલુકાવાઇઝ પ્રથમ ડોઝના રસીકરણમાં જેસર તાલુકો 94.9 ટકા સાથે સમગ્ર જિલ્લામાં મોખરે છે. જો કે બીજા ડોઝમાં સમગ્ર જિલ્લામાં હજી માત્ર 36.4 ટકા જ રસીકરણ થયું છે. તેમાં ઝડપ જરૂરી છે.

ભાવનગર જિલ્લામાં કુલ 705 ગામ નોંધાયેલા છે અને તે પૈકી 448 ગામમાં 100 ટકા રસીકરણ થઇ ગયું છે. જ્યારે 108 ગામમાં 75થી 99.99 ટકા રસીકરણ થયું છે. જ્યારે હજી 31 ગામ એવા છે જ્યાં રસીકરણ 60 ટકાથી ઓછું થયું છે.

ભાવનગર જિલ્લાના પ્રથમ ડોઝમાં 10 તાલુકામાં સૌથી વધુ 94.9 ટકા રસીકરણ જેસર તાલુકામાં અને સૌથી ઓછુ 67.9 ટકા રસીકરણ ગારિયાધાર તાલુકામાં થયું છે. સમગ્ર જિલ્લામાં કુલ 13,46,824 લોકોના લક્ષ્યાંક સામે 11,19,337 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લેતા એવરેજ 83.1 ટકા રહી છે. જો કે બીજા ડોઝમાં હજી માત્ર 4,07,527 લોકો એટલે કે માત્રશ 36.4 ટકાએ જ રસી લીધી હોય તેમાં ઝડપ જરૂરી છે.

જિલ્લાના 10 તાલુકાના ગામોમાં રસીકરણની સંખ્યા મળી છે તે મુજબ કુલ 705 ગામો છે તેમાં 448 ગામોમાં 100 ટકા કે તેનાથી વધુ રસીકરણ થયું છે જ્યારે 108 ગામોમાં 75થી 99.99 ટકા અને 118 ગામોમાં 60થી 74.99 ટકા તેમજ 31 ગામોમાં 60 ટકાથી નીચે રસીકરણ થયું છે.

તાલુકાવાઈઝ રસીકરણની ટકાવારી

તાલુકોકુલ લક્ષ્યાંકપ્રથમ ડોઝટકાવારીબીજો ડોઝટકાવારી
ભાવનગર1060389898993.4 ટકા5828658.9 ટકા
ગારિયાધાર993626749767.9 ટકા2109231.2 ટકા
ઘોઘા795926920887.0 ટકા3267947.2 ટકા
જેસર537055095094.9 ટકા1356626.6 ટકા
મહુવા30057725727585.6 ટકા7891530.7 ટકા
પાલિતાણા15793713548785.8 ટકા2928921.6 ટકા
સિહોર16789312792276.2 ટકા6720852.2 ટકા
તળાજા23279819393383.3 ટકા5560628.7 ટકા
ઉમરાળા784475580571.1 ટકા2329141.7 ટકા
વલભીપુર704756227188.4 ટકા2759544.3 ટકા
કુલ1346824111933783.1 ટકા40752736.4 ટકા
અન્ય સમાચારો પણ છે...