વિશેષ:ભાવનગર જિલ્લામાંથી 81 હાજીઓ હજ પઢવા જશે, 10 લાખ વિદેશીઓમાંથી ભારતના 79000 હાજીઓ હજમાં સામેલ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કારણે વિદેશીઓ માટે 2020 અને 2021માં હજ કેન્સલ કરવામાં આવી હતી. બે વર્ષના લાંબા સમય બાદ 2022માં હાજીઓ હજ પડવા જશે. દર વર્ષે સમગ્ર દુનિયામાંથી 30 થી 35 લાખ હજયાત્રીઓ હજ પઢે છે. ત્યારે આ વર્ષે 2022ની હજ માટે સાઉદી અરેબીયા છે. વિદેશીઓ માટે 10 લાખનો કોટા નક્કી કર્યો છે. જેમાથી ભારતને 79000 હજનો કોટા મળ્યો છે. જેમા હજ કમીટી ઇન્ડીયા તરફથી 56000 અને પ્રાઇવેટ ટુર દ્વારા 24000 ભારતીયો હજ પઢવા જશે.જેમા ભાવનગરમાંથી 81 હાજીઓઆ યાત્રામાં જોડાશે.

હજ કમીટી ઇન્ડીયા તરફથી જતા હજ યાત્રીઓને યાત્રા કરવા માટે રૂા.370000નો ખર્ચ થશે જયારે પ્રાઇવેટ ટુર દ્વારા જતા હજ યાત્રીઓએ રૂા.5 થી 6.50 લાખનો ખર્ચ થશે. હજયાત્રીઓ માટે ગુજરાતની ફલાયટ અમદાવાદથી 17-6-22ના રોજથી શરૂ થશે.ગુજરાત રાજય હજ સમિતિ દ્વારા ભાવનગર ખાતે હજ 2022 હજ ટ્રેનીંગ કેમ્પ ભાવનગર જિલ્લો, બોટાદ અને અમરેલી જિલ્લાના હાજીઓનો કેમ્પ તા.22-5 રવિવારે સવારે 8 થી 5 મહદી સ્કૂલ શિશુવિહાર ભાવનગર ખાતે રાખેલ છે. તો હજ કમીટી અને પ્રાઇવેટ ટુર દ્વારા જતા હાજીઓને આ કેમ્પમાં હાજરી આપવા અનુરોધ કરાયો છે.

કેમ્પમાં હજ 2022 ટ્રેનીંગ કેમ્પમાં હાજીઓને હજના અરકાન અને હજ વિશે વિગતવાર માહીતી આપવામાં આવશે. હજના સફરમાં કંઇ કંઇ બાબતોનુ ધ્યાન રાખવુ તેની પણ માહીતી આપવામાં આવશે. હજ 2022 ટ્રેનીંગ લેવી ફરજીયાત છે. તેમ હજ કમીટી દ્વારા જણાવાયુ છે. ભાવનગરમાંથી 391 ફોર્મ ભરાયા હતા જેમાથી 81 ફોર્મ માન્ય રખાતા ભાવનગરના 81 હાજીઓ હજ પઢવા જશે. કેમ્પમાં ભાવનગરના 81, બોટાદના 17, અમરેલીના 41 મળી 140 યાત્રીઓ આ કેમ્પમાં જોડાશે.

ભાવનગરમાંથી 391 ફોર્મમાંથી 81 માન્ય
ભાવનગરમાંથી 391 ફોર્મ ભરાયા હતા જેમાથી 81 ફોર્મ માન્ય રખાતા ભાવનગરના 81 હાજીઓ હજ પઢવા જશે. કેમ્પમાં ભાવનગરના 81, બોટાદના 17, અમરેલીના 41 મળી 140 યાત્રીઓ આ કેમ્પમાં જોડાશે

ભારતમાંથી 79000 હાજીઓ હજ પઢવા જશે
2022ની હજ માટે સાઉદી અરેબીયા છે. વિદેશીઓ માટે 10 લાખનો કોટા નક્કી કર્યો છે. જેમાથી ભારતને 79000 હજનો કોટા મળ્યો છે. જેમા હજ કમીટી ઇન્ડીયા તરફથી 56000 અને પ્રાઇવેટ ટુર દ્વારા 24000 ભારતીયો હજ પઢવા જશે..

અન્ય સમાચારો પણ છે...