તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વણપુરાયેલી જગ્યાઓ:જિલ્લામાં સરકારી હાઇસ્કૂલોમાં આચાર્યની 81 ટકા જગ્યા ખાલી

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકોની 31 જગ્યાઓ વણપુરાયેલી
 • વિધાનસભામાં શિક્ષણ મંત્રીની કબૂલાત, જિલ્લામાં 47 પૈકી 38 આચાર્યની જગ્યા ખાલી

ભાવનગર જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ ગણિત-વિજ્ઞાન તથા અંગ્રેજી વિષયના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આથી જ માધ્યમિક કક્ષાએ સરકારી હાઇસ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા કથળી છે. ભાવનગર જિલ્લામાં 58 સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે અને તેમાં આચાર્યની 47 જગ્યાઓ પૈકી 38 જગ્યાઓ એટલે કે 81 ટકા જગ્યાઓ ખાલી છે.

ગુજરાત વિધાનસભામાં વિસાવરદના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે ભાવનગર જિલ્લામાં કુલ 58 સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે અને તેમાં અાચાર્યની કુલ 47 જગ્યાઓ મંજૂર થયેલી છે. આ 47 પૈકી માત્ર 9 જગ્યાઓ જ પુરાયેલી છે અને બાકીની 38 જગ્યા ખાલી છે.

આવી જ હાલત મુખ્ય વિષય ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીમાં વિષય નિષ્ણાત શિક્ષકોની છે. ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાનમાં આ શાળાઓમાં કુલ 76 જગ્યાઓ મંજૂર થયેલી છે પણ તે પૈકી 21 જગ્યાઓ ખાલી છે, 55 જગ્યા ભરાયેલી છે. જ્યારે અંગ્રેજી વિષયમાં કુલ 64 શિક્ષકોની જગ્યા મંજૂર થયેલી છે અને તે પૈકી 55 ભરાયેલી અને 10 જગ્યા ખાલી છે.

આમ, ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીના વિષય નિષ્ણાત શિક્ષકોની 31 જગ્યાઓ એકલા ભાવનગર જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં ખાલી છે. આ જગ્યાઓ બને તેટલી વહેલીતકે ભરવામાં આવશે તેવી હૈયાધારણ શિક્ષણમંત્રીએ ગુહમાં આપી હતી. ભાવનગર જિલ્લામાં થોડા સમય પહેલા એક સર્વે થયો તેમાં માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ ખાસ તો ગણિત, િવજ્ઞાન અને અંગ્રેજીમાં કાચા પુરવાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો