પરંપરામાં પરિવર્તન:લાભ પાંચમને બદલે ગુરૂવારથી જ શહેરમાં 80 ટકા દુકાનો ખુલ્લી ગઇ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચમનો ક્ષય હોય શનિવારે થયેલી લાભ પંચમીની ઉજવણી
  • માત્ર બેસતા વર્ષની જ રજા પાળી બીજા દિવસથી જ મુખ્ય બજારોમાં પણ વેપાર ધંધાનો આરંભ થઇ ગયો

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વની પરંપરાગત ઉમંગ-ઉત્સાહથી ઉજવણી કર્યાં બાદ આ નવા વર્ષે લાભ-પાંચમના પર્વના પર્વનો ક્ષય હોય આજે શનિવારે ચોથ-પાંચમની ભેગી ઉજવણી કરવામાં આવી હતી.

હજી તો થોડા વર્ષો પહેલા ભાવનગર શહેરભરમાં આ દિવસે શુભ મુહુર્તમાં નવા વર્ષમાં વેપારી " ધંધા-રોજગારનો આરંભ કરતા અને લાભ પાંચમ સુધી વેપાર-ધંધા બંધ રહેતા પણ હવે આ પરંપરામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે અને મોલ કલ્ચરના પ્રભાવથી શહેરમાં 80 ટકા દુકાનો અને શો-રૂમો બેસતા વર્ષના બીજા જ દિવસથી ખુલ્લી લાભ પાંચમ પૂર્વે જ શહેરમાં બજારોમાં માત્ર 20 ટકા દુકાનો બંધ જોવા મળી હતી. બાકીની દુકાનો અને શો-રૂમો ખુલ્લી ગયા હતા.

લાભપાંચમનાં રોજ કરેલા દરેક કાર્યો લાભને વરે છે. એવી આપણી પૌરાણિક માન્યતા છે. આ દિવસે જૈન મુનિઓ, શ્રાવકો વ્રત કરીને જ્ઞાનપૂજા કરી હતી. સૌભાગ્યપંચમી પણ ઉજવવામાં આવી હતી. આ અંગે શ્રીધરપંચાગવાળા કિશનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, મનુષ્ય દેહ મળ્યો તે લાભ, મોક્ષના દાતા ગુરૂ મળ્યા અને એમણે જ્ઞાન આપ્યું તે અહોભાગ્ય અને એના થકી શ્રી હરિનો સાક્ષાત્કાર થયો તે પૂર્ણ ભાગ્ય અર્થાત સૌભાગ્ય કહેવાય.

જૈન સમાજે આજે જ્ઞાનની પૂજા કરી પંચમી ઉજવી
જૈન સમાજે જ્ઞાન પંચમી તરીકે લાભ પાંચમની ઉજવણી કરી હતી.આ પર્વે જૈન સમાજ સરસ્વતી માતાની આરાધના કરી બાળકો અને ભાવિકો સરસ્વતી માતાનું પૂજન કર્યંુ હતું. જૈન સમાજ દ્વારા વિવિધ સ્થળોએ જ્ઞાનપંચમી નિમિત્તે કલાત્મક અને આકર્ષક ચિરોડી દ્વારા રંગોળીઓ સર્જવામાં આવી હતી. નાના બાળકો કાગળ અને કલમ મુકી જ્ઞાનની પૂજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...