તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કોરોનાનો સકંજો વિસ્તર્યો 8 પોઝિટિવ કેસ નોંધાયા, આ માસમાં સમગ્ર જિલ્લામાં એક દિવસમાં સૌથી વધુ 8 કેસ નોંધાયા

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ચૂંટણી સભાઓમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

ચૂંટણીની સિઝન ખિલી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા રાજકીય પક્ષોની સભામાં જોવા મળે છે તેમજ માસ્ક અને સેનેટાઇઝરની સુરક્ષા પણ સભાઓમાં વિસરાઇ રહી છે ત્યારે આજે ભાવનગર જિલ્લામાં આ માસમાં સર્વાધિક 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે ચેવતણીરૂપ ગણી શકાય. અગાઉ તા.3ના રોજ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બાકી આ ફેબ્રુઆરીમાં 4 દિવસ તો એવા આવ્યાં કે તેમાં એક પણ કેસ નોંધાયો ન હતો. પણ હવે ચૂંટણીની સભાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.

જે માંડ કાબૂમાં આવેલા કોરોનારૂપી દૈત્યને ફરીથી બેઠો કરી શકે છે. ભાવનગર જિલ્લામાં આજે 8 કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 6,101 નોંધાયા છે તે પૈકી 6,010 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ 98.51 ટકા થઇ ગયો છે. ભાવનગર જિલ્લામાં આજરોજ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,101 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 5 પુરૂષ અને 1 સ્ત્રી મળી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

જ્યારે પાલિતાણા ખાતે 1 તેમજ ઘોઘા તાલુકાના વાળુકડ(ઘો) ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં કુલ 5 કેસ મળી કુલ 5 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામાં નોંધાયેલા 6,101 કેસ પૈકી હાલ 22 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6,010 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો