દરોડો:હીરાના કારખાનામાં જુગાર રમતા 8 શખ્સોને રૂા.56,000 સાથે ઝડપ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘોઘારોડ વિસ્તારમાં એલસીબીનો સફળ દરોડો
  • કારખાનામાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હતો

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સુચના આપતા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ.56,000/-નાં મુદ્દામાલ સાથે હિરાનાં કારખાનામાં જુગાર રમતાં 8 શખ્સોને ઝડપી લીધા હતા.

એલ.સી.બી.ને મળેલ બાતમી આધારે હરેશભાઇ દિલીપભાઇ સરવૈયા રહે.નારેશ્વર સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગરવાળા તેનાં ભાવનગર, ઘોઘા રોડ, ફાતિમા કોન્વેન્ટ સામે ખાંચામાં, બહુચર જેમ્સ બિલ્ડિંગની સામે આવેલ બિલ્ડીંગમાં પહેલાં માળે હિરાનાં કારખાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.

જે માહિતી આધારે એલ.સી.બી.એ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાનો પાનાં-પૈસા વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં આરોપીઓ ગંજીપતાનાં પાના, રોકડ રૂ.56,000ના મુદ્દામાલ સાથે મળી આવેલ. જે અંગે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. પકડાયેલ આરોપીઓમાં હરેશભાઇ દિલીપભાઇ સરવૈયા (રહે.નારેશ્વર સોસાયટી, ઘોઘા રોડ), અફઝલ અબુભાઇ ગનીયાણી (રહે.ગજ્જરનો ચોક,મામા કોઠા રોડ), ગોવિંદભાઇ ખાટાભાઇ ચુડાસમા (રહે.અખિલેશ સોસાયટી, શિવાજી સર્કલ), વિપુલ રૂપાભાઇ મકવાણા (રહે.સુભાષનગર), દિનેશભાઇ જીવાભાઇ રાઠોડ (રહે. સુભાષનગર), મનસુખભાઇ પરશોત્તમભાઇ સોલંકી (રહે.સુભાષનગર), જીતુ જીણાભાઇ સોલંકી (રહે.રૂવા), મહેશ કાંતિભાઇ ડાભી (રહે.ખેડુતવાસ)ને પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...