તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કારમો ઘા:ભાવનગર મનપા કમિશ્નરના માતાના નિધનના 8 દિવસ બાદ પિતાએ પણ ફાની દુનિયાને અલવિદા કરી

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
માતા કુસુમબેન અને પિતા અનંતરાય ગાંધીની ફાઈલ તસવીર - Divya Bhaskar
માતા કુસુમબેન અને પિતા અનંતરાય ગાંધીની ફાઈલ તસવીર
 • મનપા કમિશ્નર ગાંધીએ આઠ જ દિવસમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી

ભાવનગર મહાપાલિકાના કમિશ્નર -સિનિયર આઈએએસ એમ.એ.ગાંધી છેલ્લા 13 માસથી કોવિડ સામેની લડાઈમાં થાક્યા હાર્યા વગર નેતૃત્વ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 8 દિવસમાં બનેલા બે દુઃખદ પ્રસંગે તેમને હચમચાવી મુક્યાં છે. આઠ દિવસ પૂર્વે તેમના માતાના અવસાન બાદ ગઈકાલે તેમણે પિતાજીની છત્રછાયા પણ ગુમાવતા કમિશનર સહિત સમગ્ર ગાંધી પરિવાર શોકાતુર બની ગયો છે.

8 દિવસના ગાળામાં માતા બાદ પિતાએ પણ વિદાય લીધી
મ્યુ. કમિશ્નર એમ.એ. ગાંધીના માતા પિતા તેમની સાથે રહેતા હતા. કમિશ્નર તેમની સેવા ચાકરી પુરા ભાવથી કરી રહ્યા હતા. તેવામાં ગત તા.23મીએ માતા કુસુમબેન (85)નું ઘરે જ અવસાન થયું. તેઓને છેલ્લા કેટલાક સમયથી ઉંમરને લગતી માંદગી હતી. માતાના અવસાનનો આઘાત હતો ત્યાં કમિશ્નરને કોરોના પોઝિટિવ આવ્યો અને તેમણે હિંમત પૂર્વક હરાવ્યો. હજી તો ઓફીસ જોઈન કરી ત્યાં રવિવારે પિતાજી અનંતરાય ગાંધીએ આ ફાની દુનિયા છોડી અલવીદા કહી દીધી. તેઓ બજરંગદાસબાપા હોસ્પિટલમાં કોવિડની સારવાર તળે હતા તેમ જાણવા મળ્યું છે.

આમ, કમિશ્નર ગાંધીએ 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી દેતા તેમના સહિત પરિવારજનો ભારે વ્યથિત થઈ ગયા છે. કમિશનર ગાંધી કોરોના કાળમાં થાક્યા હાર્યા વગર લાગલગાટ કામ કરી રહ્યા છે અને ભાવનગરીઓને કોરોનાથી બચાવવા તંત્રને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. ઉર્જાવાન અને કાર્યદક્ષ કમિશ્નર થાક્યા વગર કામ કરી રહ્યા છે પરંતુ માતા પિતાની છત્રછાયા ગુમાવતા એક બાળકની માફક તેઓ રડી પડ્યા હતા. માનવીય સંવેદનાનું આ દ્રશ્ય સ્ટાફને પણ હચમચાવી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો