તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જીત:કોરોના પોઝિટિવના 8 કેસ 15 દર્દીઓ થયા કોરોનામુક્ત

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં 4-4 કેસ નોંધાયા
  • જિલ્લામાં નોંધાયેલા કુલ 4,940 કેસો પૈકી 49 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,940 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 4 પુરૂષ મળી કુલ 4 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 1, મહુવા તાલુકાના જાગધાર ગામ ખાતે 1 તથા મહુવા તાલુકાના મોટા આસરાણા ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકાના 14 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજે હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા 4,940 કેસ પૈકી હાલ 42 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,823 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો