ધો.10માં બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હતુ અને સ્ટાન્ડર્ડ ગણિતની જેમ બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર પણ સરળ અને પાઠ્યપુસ્તકમાંથી રહેતા બાળકોનો પરીક્ષાનો અડધો ભાર હળવો થઇ ગયો હતો. શનિવારે ધો.12માં ભૂગોળ અને એસ.પી.ના પ્રશ્નપત્ર લેવાશે.
આજે ધો.10મં સવારે બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હતુ. વિષયના નિષ્ણાત પ્રિ.અરવિંદભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે આજનું પેપર સરળ કહી શકાય તેવા પ્રકારનો હતુ. સંપૂર્ણપણે ટેક્સબુક આધારિત હેતુલક્ષી પ્રશ્નો, દાખલાઓ પુછાયેલ. પાયથાગોરસ પ્રમેય, વર્તુળના સ્પર્શકની રચના, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલાઓ પણ ખૂબ જ સરળ કહી શકાય તેવા પ્રકારના હતા.
સામાન્ય વિદ્યાર્થીઓ પણ સરળતાથી પાસ થઈ શકે તેવા પ્રકારનું પેપર હતું. 79% પાઠ્યપુસ્તકમાંથી કોઈ જ પ્રકારના ફેરફાર વગર પૂછાયા જેમાં વિભાગ Aમાં 6 ગુણ, વિભાગ Bમાં 16ગુણ, વિભાગ Cમાં 21 ગુણ અને વિભાગ Dમાં 20 ગુણ એમ કુલ 63 ગુણ(કુલ 80 ગુણમાંથી) પાઠ્યપુસ્તકમાંથી કોઈપણ પ્રકારના ફેરફાર વગર સીધું જ પૂછવામાં આવેલ છે. 17 ગુણનું પુસ્તકના ઉદાહરણમાંથી પૂછેલ છે.
પૂરવણીના અભાવે પેપર પૂર્ણ ન કરી શક્યા
ધોરણ 10માં ગઈકાલે ગણિતના પેપર દરમિયાન ભાવનગરની જ્ઞાનમંજરી શાળાના બોર્ડના સેન્ટરમાં વિદ્યાર્થીઓ પૂરવણીઓની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેઓ પ્રશ્નપત્રના જવાબ આપી શક્યા ન હતા. નિરીક્ષકોએ પણ સહકાર આપ્યો ન હતો. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તેમની કારકિર્દીનો પ્રશ્ન છે. ગણિત એ સ્કોરિંગ વિષય છે અને આવી બાબતો તેમના માર્કસ અને રેન્કને પણ અસર કરશે તેવી પરીક્ષાર્થીઓના વાલીઓએ ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.