તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વાસઘાત:માય મની કાું.ના 5 ભાગીદારો દ્વારા 76 કરોડની છેતરપીંડી

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરના 98 લોકોઅે કંપનીની જુદી જુદી સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરેલ છે
 • કંપનીના મૃતક ભાગીદારના પિતાએ નાણા આપવાની ના કહી લેણદારોને આપી જાનથી મારી નાખવાની ધમકી

શહેરના નવજીવન સોસાયટી, અનંતવાડી વિસ્તારમા રહેતા અને વેપાર/ખેતી કરતા પટેલે તેમના 98 લોકો સાથે માય મની સોલ્યુશન કંપનીના 5 ભાગીદારો વિરૂધ્ધ કંપની દ્વારા લોભામણી જાહેરાતો આપી લોકોને લલચાવી કંપનીમા કરોડો રુપીયાનું રોકાણ કરાવી પાકતી મુદતે રકમ ન આપી કંપની બંધ કરી હાથ ઉંચા કરી દેતા 98 લોકોઅે કંપનીના ભાગીદારો વિરુધ્ધ તેઅો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કરી રૂ. 76.55.56.000 કંપનીઅે પરત ન કર્યાની અે.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની નવજીવન સોસાયટીમા રહેતા હસમુખભાઇ મેઘજીભાઇ વીરડીયાઅે અારોપીઅો ચીરાગ વસંતરાય મહેતા (સુમેરૂ ટાઉનશીપ,ઘોઘારોડ), ચીરાગ ઉર્ફે આકાશ કનૈયાલાલ ત્રીવેદી (રહે.દેસાઇનગર,લક્ષ્મી સોસાયટી),જયદીપસીંહ ઉર્ફે ગુંજન પ્રદીપસીંહ ગોહિલ (રહે.224,શેરી.નં-6,વીજયરાજનગર), ઉપેન જોષી ( અમદાવાદ) તથા સુરપાલસીંહ લઘુભા ગોહિલ ( રહે. 224,શેરી નં.6,વીજયરાજનગર) વાળાઅોઅે ભાવનગરમા માય મની સોલ્યુશન કંપની ખોલી હતી.

કંપનીના ભાગીદાર ઇન્દ્રજીતસીંહ ઉર્ફે બંટી સુરપાલસિંહ ગોહિલ ગત તા. 1/1/2021 ના રોજ મરણ ગયા બાદ કંપનીના બીજા ભાગીદારો અે લોભામણી જાહેરાતો અાપી વીકલી,મંથલી રીકરીંગ સ્કીમોમાં લોકોને નાણાનું રોકાણ કરાવી ફરિયાદી સહિતના 98 સાહેદોના કુલ રૂ. 76.55.56.000 ચુકવવામાં માહે-ડીસેમ્બર-2020 થી અાજદીન સુધી નિષ્ફળ જઇ ફરિયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત-છેતરપીંડી કરેલ હોય તેમજ મરણ જનાર ઇન્દ્રજીતસીંહ ના પિતા સુરપાલસિંહ લઘુભા ગોહિલે ફરિયાદીને પૈસા નહી અાપવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી અાપી તમામે ગુન્હામા અેક બીજાની મદદગારી કરી હોવાની અે.ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો