નેશનલ ગેમ્સ-2022નુ આયોજન:ભાવનગરમાં 26 સપ્ટે.થી 12 ઓક્ટોબર સુધી 755 ખેલાડીઓ, સ્ટાફના ધામા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ગેમ્સ અંગે ભાવનગરમાં થનગનાટ; 3 સ્પોર્ટ્સ, 4 ઇવેન્ટ
  • ભાવનગરની​​​​​​​ વિવિધ હોટલોમાં 462 રૂમ બૂક કરાવવામાં આવ્યા

ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સ-2022નુ આયોજન આગામી તા.26 સપ્ટે.થી તા.12 ઓક્ટો. સુધી ગુજરાત રાજ્યમાં થનાર છે. ત્યારે ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. ભાવનગર ખાતે 3 સ્પોર્ટસની 4 ઇવેન્ટ રમાડવામાં આવનાર છે.

આ અંગે વિગતો આપતા ભાવનગર ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર દિવ્યરાજસિંહ બારિયાએ જણાવ્યું હતુકે, સિદસર ખાતેના અેસએજી ઇનડોર સ્ટેડિયમ ખાતે વૂડન ફ્લોરિંગનું પોલિશિંગ કાર્ય ચાલુ છે, ઉપરાંત આઉટડોરમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ બનાવવામાં આવી રહ્યા છે.

ખેલાડીઓ, કોચ, સપોર્ટિંગ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ, કોમ્પિટિશન મેનેજર, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના અધિકારીઓ, અન્ય મહાનુભાવો માટેના હોટલ રૂમ, ટ્રાન્સપોર્ટેશનની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. ભાવનગર ખાતે નેટબોલ સ્પર્ધા 26થી 30 સપ્ટે., બાસ્કેટબોલ 3x3 સ્પર્ધા 1થી 3 ઓક્ટોબર, બાસ્કેટબોલ 5x5 સ્પર્ધા 1થી 7 ઓક્ટોબર, વોલીબોલ 8થી 12 ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. તમામ સ્પર્ધાઓ સિદસર ખાતેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇનડોર સ્ટેડિયમ અને આઉટડોર મેદાનોમાં રમાડવામાં આવશે.

ભાવનગરમાં નેશનલ ગેમ્સ વિષે જાણો...
03 ગેમ્સ, 04 ઇવેન્ટ (નેટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ 3x3 અને 5x5), 480 ખેલાડીઓ, 66 કોચ, મેનેજર, સપોર્ટ સ્ટાફ, 132 ટેકનિકલ સ્ટાફ, 02 કોમ્પિટિશન મેનેજર, 35 ઇન્ડીયન ઓલિમ્પિક એસો.ના અધિકારીઓ, યુવા-સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ મંત્રાલયના અધિકારીઓ, 40 અન્ય ડિગ્નિટરી, 347 થ્રી સ્ટાર હોટલ રૂમ, 70 ફોર સ્ટાર હોટલ રૂમ, 45 ફાઇવ સ્ટાર હોટલ રૂમ, 78 બસ, કાર - ખેલાડીઓ, કોચ, મેનેજર, ટેકનિકલ સ્ટાફ સહિતના માટે

અન્ય સમાચારો પણ છે...