તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:એપ્રિલ અડધો વિત્યો છતા 750 શિક્ષકો પગારથી વંચિત

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 500 નિવૃત મ્યુ.શિક્ષકો પણ પેન્શનથી વિહોણા
 • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પગાર ચુકવવામાં બેદરકારી સામે નારાજગી

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો અને પેન્શનરોને નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પગાર મળવામાં તંત્ર દ્વારા અખાડા કરવામાં આવ્યા છે. અડધો એપ્રિલ મહિનો ચાલ્યો ગયો પરંતુ હજુ સુધી શિક્ષકોને પગાર મળ્યો નથી. જેથી શિક્ષક વર્તુળોમાં નારાજગી ફેલાઈ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 750 જેટલા શિક્ષકો અને 500 જેટલા નિવૃત્ત શિક્ષકો છે. શિક્ષકોને 80% રાજ્ય સરકાર અને 20% કોર્પોરેશનના ફાળામાંથી પગાર ચૂકવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષકોને નિયમિત પગાર મળતો નથી. તેમાં પણ ખાસ કરીને કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવતી રકમ નિયમિતપણે શિક્ષણ સમિતિને મળતી નહીં હોવાને કારણે વારંવાર શિક્ષકોને પગાર સમયસર ચૂકવવામાં ધાંધિયા થાય છે.

1250 નિવૃત્ત અને કાર્યરત શિક્ષકોને ગત માર્ચ મહિનાનો પગાર પણ હજુ સુધી મળ્યો નથી. કોઇને કોઇ બહાના તળે શિક્ષકોનો પગાર ચૂકવવામાં નહીં આવતા 1250 પરિવારોના બજેટ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ખોરવાઈ ગયા છે. શિક્ષકોના સંગઠન પણ શિક્ષકોના અતિ આવશ્યક પગારના પ્રશ્ને ચૂપકીદી સેવી બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો