કોરોના ઇફેક્ટ:7200 રેપિડ એન્ટીજન ટેસ્ટ થતાં 64 પોઝિટિવ દર્દી મળ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 691 હોટ સ્પોટની મુલાકાત લેવામાં આવી
  • ધન્વંતરી આરોગ્ય રથની કોરોના સામે ગામડે જઇ ચકાસણી, તાવના 9,264 દર્દીઓ મળ્યા

જિલ્લામા કુલ 44 ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે અને તેના દ્વારા ગામડે - ગામડે અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમા આરોગ્યની વિવિધ સેવાઓ આપવામા આવી રહી છે. આજ સુધીમાં ધન્વન્તરી રથની સેવાનો લાભ બે લાખ કરતા વધુ દર્દીઓએ લઇ ચુક્યા છે. આરોગ્ય રથ દ્વારા 5579 જેટલી સાઇટની મુલાકાત લઇ 2,02,764 જેટલા OPD બેઝ દર્દીઓ તપાસવામા આવ્યા જેમાથી 200 જેટલા દર્દીઓને વધુ સારવાર માટે રીફર કરવામા આવ્યા ,9264 જેટલા તાવના દર્દીઓ,6952 ડાયાબીટીસ, 8199 જેટલા હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ જોવા મળેલ હતા.અને 7240 જેટલા કોરોના માટે શંકાસ્પદ લોકોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાથી 64 જેટલા કોરોના પોઝીટીવ દર્દી મળેલ છે.

આરોગ્ય રથ દ્વારા ઉકાળા વિતરણ અને આર્સેનીક આલ્બમનુ વિતરણ પણ કરવામા આવ્યુ છે અને સાથે સાથે 691 જેટલા એક્શન હોટ સ્પોટની અત્યાર સુધીમા મુલાકાત લેવામા આવી છે. ધન્વન્તરી રથ દ્વારા શાક ભાજી વિક્રેતાઓ, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કારખાનાઓ, કરીયાણાની દુકાન વગેરે જેવા સુપર સ્પ્રેડરો તેમજ ભીડવાળી અન્ય જગ્યાઓની મુલાકાત પણ ધન્વન્તરી રથ દ્વારા લેવામા આવી રહી છે અને ત્યાંના લોકોની આરોગ્ય તપાસ, પલ્સ ઓક્સીમીટરની મદદથી ઓક્સીજનના લેવલની તપાસ, અને જરૂર જણાયે કોરોનાના નિદાન અર્થે એન્ટીજન ટેસ્ટ પણ કરવામા આવે છે અને હોમ આઇસોલેશન વાળા દર્દીઓની પણ મુલાકાત કરવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...