સહાય:ડુંગળી માટે 70 કરોડની સહાય ચૂકવાશે

મહુવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં લાલ ડુંગળીના ભાવ ઘટી જતા ખેડુતોને આર્થિક રીતે મોટુ નુકશાન થયેલ હોવાનુ સામે આવતા ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ તથા મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યાભાઇ પટેલ સહિત અન્ય ધારાસભ્યોએ કૃષિમંત્રીને રજુઆત કરેલ. ગત વર્ષે સરકાર દ્વારા રૂ.55 કરોડની સહાય ચુકવેલ. જેમાં આ વર્ષે વધારો કરી રૂ.70 કરોડની સહાય ચુકવવામાં આવશે.

અગાઉ ભાવ ઘટી ગયા બાદ હવે કમોસમી વરસાદના કારણે ઘણા ખેડુતોની ડુંગળી પલળી જતા ખેડુતોને ભારે નુકશાન થયેલ છે. આથી આ સહાય આપવા બદલ મુખ્યમંત્રી, નાણામંત્રી અને જીતુભાઇ વાઘાણીનો ધારાસભ્ય શિવાભાઇ ગોહિલએ તથા સમગ્ર સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...