તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ:MBAના ચોથા સેમ.માં સહજાનંદ કોલેજની 7 વિદ્યાર્થિનીઓ ઝળકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 માંથી 10 SPI સાથે સ્વામી સહજાનંદ કોલેજની 7 છાત્રા

તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા એમબીએના ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયુ઼ છે જેમાં ભાવનગરની સ્વામી સહજાનંદ સ્કૂલ ઓફ મેનેજમેન્ટની 7 વિદ્યાર્થિનીઓ શ્રેયા અગ્રવાલ, કેનાલી નાવડીયા, ખુશ્બુ મહેતા, જાનવી ધામેલીયા, પ્રાચી શાહ, સાવી શાહ અને દિવ્યા બોરીચાએ 10 એસપીઆઇમાંથી 10 એસપીઆઇ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયા છે.

યુનિ.માં પ્રથમ ક્રમે એક સાથે એક જ સંસ્થામાંથી આ 7 વિદ્યાર્થિનીઓએ ઉત્તિર્ણ થઇ સ્વામી સહજાનંદ સ્કૂલ ઓફ મેનેજમેન્ટનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા માટે સંસ્થાના ટ્રસ્ટી સુરેશભાઇ સવાણી ડાયરેક્ટર ડો.હેતલ મહેતા તથા અધ્યાપકોએ આ વિદ્યાર્થિઓને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...