તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ, 15મી ડિસેમ્બર પછી ગામડાઓમાં એક પણ કેસ ન મળ્યો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 58 થઇ ગઇ

ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા સાત કેસ મળતા કોરોનાનું જોર ઘટ્યું છે. છેલ્લાં 33 દિવસ બાદ ભાવનગરમાં 7 એટલે કે એક અંકમાં કોરોનાના કેસ મળ્યાં છે. આ અગાઉ 26 નવેમ્બરના રોજ 8 પોઝિટિવ કેસ મળ્યા હતા. જિલ્લામાં નોંધાયેલા 5,824 કેસ પૈકી હાલ 58 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,690 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનુ અવસાન થયેલ છે. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં આજે 15 ડિસેમ્બર બાદ આજે ફરી એક વખત કોરોના પોઝિટિવનો એકેય નવો કેસ નોંધાયો નથી.

ભાવનગર જિલ્લામાં 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 5,824 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 કેસ મળી આવ્યા છે. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આજ સુધીમાં કુલ 2,028 પોઝિટિવ કેસ પૈકી 1,973 દર્દીઓ સાજા થઇ જતાં શહેરમાં રિકવરી રેઇટ 97.29 ટકાના નોંધપાત્ર સ્તરે આંબી ગયો છે. હાલ શહેરમાં 29દર્દી સારવારમાં છે. જ્યારે આજ સુધીમાં શહેરમાં 26દર્દીના મોત કોરોનાથી થયા છે. આજે ભાવનગર મહાનગરપાલિકાના 11 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 12 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો