ભાવનગરમાં મ્યુકોરમાઇકોસિસનો રોગ ધીમાં પગલે આગળ વધી રહ્યો છે, ગઇકાલે નવા 11 કેસ નોંધાયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 નવા કેસો નોંધાયા છે અને 1 દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે.
ભાવનગરમાં મ્યુકોરમાઇકોસિસનો રોગચાળો ધીમે ધીમે વધી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 11 પોઝિટિવ સાથે વધુ 7 દર્દીને સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં વધુ 1 દર્દીનું મ્યુકરમાઇકોસિસથી મૃત્યુ થવા પામ્યું છે આ સાથે ભાવનગરમાં આ રોગથી મૃત્યુ પામનારની સંખ્યા 12 થવા પામી છે.
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં હાલમાં 114 પોઝિટિવ, 9 શંકાસ્પદ અને 2 નેગેટિવ દર્દી સહિત 125 દર્દીઓ સારવાર હેઠળ છે અત્યારે સુધીમાં 270 દર્દીઓ મ્યુકરમાઇકોસિસ નોંધાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.